ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા rypy E-learing Hub ના સહયોગ થી “ student E-ગોષ્ઠી” વેબિનાર અંર્તગત “ સવાલ તમારા – જવાબ અમારા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.
હાલના કોરોનાકાળમાં સૌથી વધુ ખરાબ અને ડામાડોળ પરિસ્થિતિ દેશના ભવિષ્ય વિદ્યાર્થીની છે. હાલ વિદ્યાર્થીના મનમાં ખુબ જ મુજવતા પ્રશ્નો છે. હાલ વિદ્યાર્થીની મનોસ્થિતિ એવી છે કે શું કરવુ એ જ નકકી કરી શકતા નથી. આ દરેક પ્રશ્નોના ઉત્તર ના ભાગ રૂપે ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા Typy E-learing Hub ના સહયોગ થી “ student E-ગોષ્ઠી” વેબિનાર અંર્તગત “ સવાલ તમારા – જવાબ અમારા” કાર્યક્રમનું આયોજન ગત ૨૦/૦૬/૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યુ હતું જેમા ગુજરાતના શિક્ષણ જગતમાં આગવું સ્થાન ધરાવતા અને યુવા મોટીવેટર શ્રી અશોકભાઈ ગુજજર દ્વારા વિદ્યાર્થીના દરેક મુજવતા પ્રશ્નોનું ખુબ જ હળવાશ હળવી શૈલીમાં અને ઉંડાણ પૂર્વક વિદ્યાર્થી પોતાની અભ્યાસ અને મનોસ્થિતિ માં મુજવણનું યોગ્ય માર્ગદશન દ્રારા પ્રેકટીકલ નિરાકરણ કરવામાં આવ્યું.
ઉપરોકત વેબિનારના માધ્યમથી ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, જામનગર, વિસનગર, હિંમતનગર, બનાસકાંઠા, દાંતિવાડા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ઊના જેવા ગુજરાતના નાના-મોટા શહેરોમાંથી ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. student E-ગોષ્ઠી અંતર્ગત “સવાલ તમારા જવાબ અમારા’’ વૈબિનાર માં વિદ્યાર્થી દ્વારા મુજવતા પ્રશ્નો ની નાની એવી જાંખી જોઈએ તો,
હાલની પરિસ્થિતિ ને લીધે વાંચવામાં મન નથી લાગતું તો શું કરવું?
confidence જતો રહયો છે. ફરી પાછો કેમ build-up કરવો? હાલ શાળાઓ ઓનલાઈન ચાલે છે તો મોબાઈલથી જ અભ્યાસ કરવાનો હોય છે તો મોબાઈલમાં વધુ સમય વેડફાઈ છે.
વિષયનું વાંચન અને રીવિઝન કેમ કરવું? સાયન્સ માં કેમેસ્ટ્રી, ફિઝિકસ જેવા વિષય અઘરા અને લાંબા લાગે છે તો તેને કેવી રીતે તૈયાર કરવા?
ઘો-૧૦/૧૨ પછી શું કરવું?
માસ પ્રમોશન માં પાસ થઈ ગયા તો હવે આગળ કઈ શાખામાં જવું એ કઈ રીતે નકકી કરવું? અભ્યાસમાં નબળા વિદ્યાર્થીએ શું કરવું?
JEE-NEET જેવી competitive પરીક્ષામાં આ સમય માં કઈ રીતે તૈયારી કરવી?
વાંચવામાં સમયનું આયોજન કેવી રીતે કરવું?
માનસિક રીતે સતત ડર લાગ્યા કરે છે “મારાથી કંઈ ના થયુ તો?”
આવા અનેક પ્રશ્નો zoom meeting અને rypy-e-learing Hub ની યુ-ટયુબ ચેનલ પર વિદ્યાર્થીઓ એ ખુલ્લા મનથી chat દ્રારા અને live પુછ્યા હતા. જેમના સંતોષકારક અને પ્રેકટીકલ જવાબ યુવા મોટીવેટર શ્રી અશોકભાઈ ગુજજર દ્વારા આપવામાં આવ્યા હતા. આ સમ્રગ વેબિનાર નો વિડીયો rypy-e-learing Hub ની યુ-ટયુબ ચેનલ પર મુકવામાં આવ્યા છે આ વેબિનાર માં ના જોડાયેલ વિદ્યાર્થી પણ લાભ લઈ આવા પ્રશ્નો નો હલ કાઢી શકે.