આજરોજ તા. 11-4-2021, રવિવારે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, ભાવનગર ખાતે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ સેવક શ્રી ગગજી સુતરીયા સાહેબે સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંસ્થાના વાઇઝ ચેરમેન શ્રી રમેશભાઈ મેંદપરા , સેક્રેટરીશ્રી બી.પી.જાગાણી સાહેબ , ટ્રેઝરરશ્રી બટુકભાઈ માંગુકીયા, CEO એમ.જી.માણીયા સાહેબ, તેમજ ડાયરેક્ટરશ્રી જીજ્ઞેશભાઈ ગાબાણી સાથે સંસ્થાની સ્થિતિ, ગતિ, પ્રગતિ અંગેનો અહેવાલ મેળવ્યો અને આવતા દિવસોમાં સંસ્થાને ભાવનગર અને ગુજરાત ક્ષેત્રે શ્રેષ્ઠ સંકુલ બનાવવા અંગે ગોષ્ઠી કરી ત્યારબાદ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે હમણાં જ નવી ખરીદેલ જમીનની મુલાકાત લીધી. અંતમાં પ્રમુખ સેવકશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો અને સંસ્થા સાથે જોડાયેલ તમામ ટ્રસ્ટીશ્રીઓ, વહીવટકર્તાશ્રીઓને શુભેચ્છા પાઠવી હતી.
Related Articles
સુરત GPBO દ્વારા ડાયમંડ નામ પરથી વધુ એક પર્લ વીંગનું લોન્ચીંગ કરાયું.
સુરત GPBO દ્વારા ડાયમંડ નામ પરથી વધુ એક પર્લ વીંગનું લોન્ચીંગ કરાયું. યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે સરદારધામ સંસ્થા દ્વારા એના લક્ષબિંદુઓ અંતર્ગત GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સંગઠનની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી નાનાથી માંડીને મોટાં બિઝનેસમેનો આ સંગઠનમાં જોડાઇ શકે છે અને પરસ્પર ઉપયોગી થઈ વ્યાપાર- ઉદ્યોગ કરી શકે છે. આ માત્ર એક […]
નવા ઘરની કરી અનોખી ઉજવણી..રકતદાન શિબિર દ્વારા 53 રક્તયુનિટ એકઠું કરી અપાયો સામાજિક સંદેશ.
કોરોના સમયગાળા પછી ખૂબ કાર્યક્રમો અને મેળાવડા થઈ રહ્યા છે. ત્યારે સામાજીક સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સામાજીક ક્ષેત્રે કાર્ય કરતા દિલીપભાઈ બુહા જેઓ પોતાના નવા ફ્લેટમાં રહેવા ગયા એની ખુશીમાં રકતદાન શિબિર અને નિઃશુલ્ક E.C.G કેમ્પ યોજયો. તેની સાથે ઓરકેસ્ટ્રામાં દેશભક્તિનાં ગીતો ગવાયા. એમના દ્વારા આ રીતે લોકોને એક નવો સામાજીક […]
સેવાકીય કાર્યમાં રોલમોડેલ ગણી શકાય એવી વ્યવસ્થા પુરી પાડનાર લાલજીદાદાનો વડલો- લાઠીની મુલાકાત સુરતનાં ડોક્ટરો એ લીધી .
સૌરાષ્ટ્ર ની ભૂમિ પર જ્યારે સેવાનાં સાથીની સેવા અવિરતપણે ચાલી રહી છે ત્યારે ખુબજ ગર્વ અને આનંદ થાય એવા સેવાકીય કાર્ય કરતા એક ગામની મુલાકાત થઈ. જે ગામ છે લાઠી. લાઠી વિસ્તારનાં આજુબાજુના તમામ ગામડાઓને લાભ મળી રહે એવા હેતુથી એક ઉત્તમપ્રકાર ની આરોગ્યલક્ષી સેવા સાથેનું ઉત્તમ શિક્ષણ, લાઈબ્રેરી, તમામ પ્રકારનાં ડોક્ટરોની OPD તપાસ, ગામમાં […]