શ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ સુરત તથા યુવા સંગઠન દ્વારા યોજાઇ BTPL-2021 કિક્રેટ ટુર્નામેન્ટ
શ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ સુરત તથા યુવા સંગઠન દ્વારા BTPL-2021 ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું એન.કે.ગ્રાઉન્ડ- સુરત ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ દીવાનાઓની ફેવરેટ આઇ.પી.એલ ની જેમ આયોજન કરાયું હતું, ટીમ ઓક્શન અને ગ્રાન્ડ ઓપનીંગ સેરેમની કરવામાં આવી, ટુર્નામેન્ટ પુરી થયાં બાદ તેને સફળ કરનાર દાતાશ્રીઓનો તેમજ સારો દેખાવ કરનાર ખેલાડીઓનો સન્માન સમારોહ યોજી તેમનું અભિવાદન કરવામાં આવ્યું.
આ ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો ઝમરાળા અને રોહિશાળા ફાઈનલમાં આવી હતી જેમાં ઝમરાળા ટીમ વિજેતા બની હતી, આ ટુર્નામેન્ટની પકડ જ એટલી હતી કે સુરતમાં રહેતા બોટાદ તાલુકાનાં રોજ 7 થી 8 હજાર લોકો મેચ જોવા ગ્રાઉન્ડ પર આવતા હતા. તેમજ યુ ટ્યુબ પર રોજે- રોજ 13500 થી વધુ લોકો આ મેચ લાઇવ જોતા હતા. જે આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા બતાવે છે. સુરતમાં આગવી ઓળખ ધરાવનાર શ્રી વેલજીભાઇ શેટા અને શ્રી નાનુભાઇ વાનાણી એ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો.
બોટાદ તાલુકા પ્રીમિયર લીગ BTPL ક્રિકેટ ટુર્નામેન્ટની પહેલી સીઝન 2019 માં રમાઈ હતી. ત્યારબાદ તેમાં સ્પોન્સર મિત્રો તરફથી સારો આર્થિક સહકાર મળ્યો તેમજ લોકોનો ખુબ પ્રતિસાદ મળ્યો. જેના લીધે સંસ્થા દ્વારા બીજી વખત 2021 નું સફળ આયોજન થઇ શક્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનો સીધો લાભ સમાજને મળ્યો સાથે સાથે બોટાદ તાલુકાના ગામોના સુરત શહેરમાં રહેતા પાટીદાર યુવાનો સંગઠીત થયા. આ આયોજનમાં વિપુલભાઈ કળથીયા, ભાવેશ ભાઈ ઇટાલિયા CA, અશ્વિનભાઈ કળથીયા, રાજુભાઈ મોરડીયા અને 40 યુવાનો ની ટિમે સહિયારો પ્રયત્ન કરીને કાર્યક્રમ ને સફળ બનાવીયો હતો, 14 ગામો ની 14 ટિમો બનાવી તેનું ઓક્શન કરાયું. તેનાથી એકે એક ગામનું સંગઠન મજબૂત થયું અને તેના કારણે બોટાદ તાલુકા નું પાટીદાર યુવાનોનું પણ સંગઠન થયું. આખા આયોજનનો શુભ હેતુ એ જ હતો કે સમાજ થી દુર થતા યુવાનોને નજીક લાવવા. ટુર્નામેન્ટમાં યુવાનો એમના બિઝનેસની જાહેરાત કરીને માર્કેટીંગ પણ કરી શક્યા. આ રીતે એક ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સંસ્થાએ એકસાથે અનેક હેતુ સર કર્યા જે અભિનંદનને પાત્ર છે. આજના યુવાનો જ્યારે લોકોને હળવા- મળવાથી દુર થઇ રહ્યાં છે, સ્પોર્ટસ ક્ષેત્રે ઉદાસી સેવી રહ્યાં છે ત્યારે આવી ટુર્નામેન્ટ સમયાંતરે થતી રહે તે આજની જરૂરિયાત છે.
સુરતમાં ચાલતા તાલુકા મંડળોમાં 28 વર્ષ જૂની સંસ્થા બોટાદ તાલુકા મંડળ પહેલું હશે જેનો સ્વતંત્ર હવાલો યુવાનોના હાથમાં છે. બોટાદ તાલુકાના યુવા સંગઠનના દરેક કાર્યક્રમો સફળ રહે છે તેનું સૌથી મોટું કારણ છે વડીલો. કેમકે વડીલો એ સમાજની તમામ જવાબદારી યુવાનોના હાથમાં આપી દિધી છે. એટલે બધા જ આયોજનો આ સંસ્થામાં સફળ રહે છે. યુવાનો પણ વડીલો ની પુરે પુરી મર્યાદા રાખે છે. જે આજની સમાજ વ્યવસ્થાનું આદર્શ ઉદાહરણ છે. જેની નોંધ સુરતમાં બીજા તાલુકાના મંડળો એ પણ લીધી છે.