નિર્દોષ આનંદજી હોસ્પિટલ ટીંબી મુકામે રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો દ્વારા ડિજિટલ એક્સરે મશીન મૂકવામાં આવ્યું.
ઉદ્દેશ્ય એકમાત્ર કે જરૂરિયાત મંદ લોકોને નિસ્વાર્થભાવે વિનામૂલ્યે મદદરૂપ થશે.
રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો ક્લબ માંથી રો.કિરણભાઈ ખોખરીયા એ તેમના પિતા શ્રી સ્વ. જયંતિભાઈ શંભુભાઈ ખોખરિયા(આટકોટ) ની સ્મૃતિ માં ૩,૫૧,૦૦૦/- નું યોગદાન આપેલું અને મશીન ની કિંમત 15 લાખ રૂપિયા હોઇ બાકીની રકમ રોટરી ક્લબ ની ગ્લોબલ ગ્રાન્ટ ના માધ્યમ થી ટીંબી હોસ્પિટલ ને અપાયેલ છે.
સમગ્ર સેવા અર્પણ રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો ના પરમેનન્ટ પ્રોજેક્ટ ને અનુલક્ષીને આઇ.પી પી. રો.ઘનશ્યામ ભાઈ ખૂંટ અને સેક્રેટરી રો.શૈલેષભાઈ વઘાસિયા ના વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમ્યાન થયેલ , ઉપરાંત તે જ વર્ષે એક ડિજિટલ એક્ષરે મશીન શ્રદ્ધા સબૂરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ , વાંકલ. માં મુકવામાં આવ્યું , જે ખુબ જ સરાહનીય છે.
નોંધનીય છે કે લોકાર્પણ PDG રો.પ્રશાંતભાઈ જાની અને DGN રો.તુષારભાઈ શાહ તથા રો. નિલેશ ભાઈ શાહ દ્વારા પ્રેસિડેન્ટ રો.ઘનશ્યામ ડોબરીયા, સેક્રેટરી રો.વિપુલભાઈ કાકડીયા તથા જોઈન્ટ સેક્રેટરી સંજયભાઈ વી ચોવટીયા ની હાજરી માં તા. ૯ સપ્ટેમ્બર ના રોજ ટીંબી ખાતે કરવામાં આવ્યું.
જેના પ્રોજેક્ટ ચેર રો. સંજય બી ચોવટિયા અને રો. નરેશભાઈ ચલોડિયા હતા.
કાર્યક્રમ માં સુરત થી આઈ પી પી પ્રેસિડેન્ટ રો.ઘનશ્યામભાઈ ખૂંટ ,રો.કિરણભાઈ ખોખારિયા, રો. મિહિર ભાઈ ઠક્કર , રો.રવી સવાણી, રો.લવજીભાઈ મોરડિયા, નિલેશભાઈ , રો. નરેન્દ્ર ડોબરીયા અને હોસ્પિટલ ના સમગ્ર ટ્રસ્ટી અને બહોળી સંખ્યામાં ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.