Social Work

પુણાગામ ખાતે શ્રી ખોડલધામ સુરત ,શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ, સુરત ડાયમંડ એસોશીએશન, સેવા દ્વારા સંચાલિત કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું.

પુણાગામ ખાતે શ્રી ખોડલધામ સુરત ,શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ, સુરત ડાયમંડ એસોશીએશન, સેવા દ્વારા સંચાલિત કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું.

સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ખુબ જ વધી રહી છે. કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે જ્યારે ઉપર જઈ રહ્યો છે ત્યારે શ્રી ખોડલધામ સુરત, શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ, સુરત ડાયમંડ એશોશીએશન અને સેવા દ્વારા સંચાલિત કોવિડ કેર આઇસોલેશન સેન્ટર સૌરાષ્ટ્ર પટેલ ભવન પુણાગામ ખાતે શરૂ કરાયું છે જેમાં કોરોના સંક્રમિત દર્દીની તમામ સંભાળ લેવામાં આવશે, આજે થયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં સુરત શહેર પ્રથમ નાગરિક મેયર, ડેપ્યુટી મેયર, આરોગ્ય સમિતિ ચેરમેન સહિત વિવિધ સંસ્થાઓનાં કુલ 25 અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં સંક્રમિત દર્દીઓ માટે 50 બેડ ધરાવતી વ્યવસ્થા ઉભી કરાય છે. સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતાં દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાઇ રહ્યાં છે. બીજા વેવમાં સંકમણ વધી રહ્યું છે જેથી તેને અટકાવવા માટે શ્રી ખોડલધામ સુરત દ્વારા 50 બેડનું કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, હાલની પરિસ્થિતિમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી અને જગ્યાનાં અભાવે તમામ દર્દીઓને દાખલ કરવાનું શક્ય ન હોય, જેથી કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવે છે જેથી કોરોના સંક્રમણને રોકી શકાય પરંતુ પરિવારના સભ્યોને જોખમ ઉભું થતાં 50 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

વધુ માહિતી આપતા ખોડલધામ સુરત કન્વીનર કે.કે. કથીરિયા એ જણાવ્યું હતું કે આ સેન્ટરમાં 24 કલાક ઓક્સિજન, ડોક્ટર/નર્સ ની દવા સાથે સારવાર ઉપલબ્ધ થશે તથા દરેક દર્દીને બે ટાઈમ પૌષ્ટિક ભોજન, બે ટાઈમ ચા કોફી નાસ્તો, એક ટાઈમ ફ્રુટ જ્યુસ આપવામાં આવશે ગરમ તથા આલ્ક્લાઈન પાણી તથા બાફ ની સુવિધા પણ આપવામાં આવશે આ બધી વ્યવસ્થામાં ખોડલધામ સુરતના સ્વયંસેવકો દિવસ રાત સેવા માટે જોડાઈ ગયા છે, ખોડલધામ સુરતની વિવિધ સમિતિઓ દ્વારા તમામ વ્યવસ્થા જાળવવામાં આવશે આ માટે દરેક વોલન્ટિયરને કોવિડ ની ગાઈડ લાઈનની તાલીમ આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *