Jan Jagruti work Seva Social Work Surat news

સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા.

*સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા*

સુરત હંમેશા ખુબસુરત સેવા માટે જાણીતું છે એમાં આજે શહેરની એક સંસ્થાએ વડીલોને ભોજન સાથે વિનામૂલ્યે યાત્રા કરાવી હતી,
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રા થઈ હતી આ સંસ્થાનાં સેવાભાવી યુવાનો દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,દિવાળી પર્વ નિમિતે સ્માઈલ કીટ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ,લોકડાઉન દરમ્યાન કરિયાણા કીટ વિતરણ,વેકસીનેશ કેમ્પ, પ્રથમ આઇસોલેશન સેન્ટર,મેડિકલ સહાય,જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે, જેમાંની વધુ એક સેવાકીય પ્રવૃત્તિ એટલે વડીલ વંદના આનંદ કાર્યક્રમ તારીખ:-17/10/2021 ને રવિવાર ના રોજ 56 વડીલો સાથે સંસ્થા ના પ્રમુખ અંકિત બુટાણી ની આગેવાની માં હરેશ દુધાત, ભરત તેજાણી વિપુલ નસીત, પ્રકાશ કોંરાટ, કેનીલ લીંબાણી, ભાવેશ કાકડિયા, ભાવેશ દેસાઈ, તેમજ ધર્મિષ્ઠા બલર, કોમલ ઢોલા, અસ્મિતા કુકડીયા,મનીષા સવાણી સહીત સંસ્થા ના સભ્યો ના સથવારે સ્પેશિયલ બસ દ્વારા સવારે 07:30 કલાકે ક્લાકુંજ થી શુભ શરૂઆત કરી,


વડીલો સાથે આનંદ ગમ્મત મોટીવેશન અને છેલ્લે આશીર્વાદનાં આશય થી વડીલ વંદના કાર્યક્રમ ની વિનામુલ્યે શુભ શરૂવાત કરવામાં આવી હતી,
જેમાં સંસ્થા ના યુવાનો દ્વારા વડીલો ને સવારે મહાપ્રભુજી ની બેઠક, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર, સૂર્યપુત્રી તાપી તટે ગર્લતેશ્વર મંદિરે 12 જ્યોતિર્લિંગ માં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ ના દર્શન કરીને બપોરે ફાર્મ હાઉસ માં જમણ કરીને બપોર પછી સંસ્થા ના સભ્ય અને મોટીવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસીયા દ્વારા ફેમિલી રિલેશનશિપ ડેવલપમેન્ટ સેમિનાર યોજવામાં આવ્યો હતો, અને વડીલો ના અલગ અલગ પ્રશ્નો નું ખુબજ સુંદર રીતે નિરાકરણ ના ઉપાયો સાથેની વાતો થી વડીલોને પ્રભાવીત કર્યા હતા,
ત્યારબાદ યાત્રા દાદા ભગવાન મંદિર ની સાંજ ની આરતી કરીને ભોજન લઈને સ્વામિનારાયણ મંદિર કલાકુંજ પર પૂર્ણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *