ડોક્ટર દંપતી દ્વારા સેવાને સહકાર.
સુરત શહેરમાં હરહંમેશ આપત્તિનાં સમયે સેવા માટે વરાછા વાસીઓએ પહેલ કરી છે. પણ આ કોરોના કાળના સમયમાં તો સેવા માટેના કોઈ ઉત્તમ પર્યાય હોય તો તે ડોક્ટર મિત્રો છે. સુરત શહેરમાં શરૂ થયેલા આઈસોલેશન વોર્ડ સેવાસાથી સેમી હોસ્પિટલનાં નામથી ચાલી રહ્યા છે. ત્યારે ડોક્ટર શૈલેષભાઈ ભાયાણી MD ફિઝિશિયન અને એમના ધર્મપત્ની ડો. હેતલબેન ભાયાણી MD હોમીયોપેથી એ આગળ આવીને આ દર્દીનારાયણની સેવામાં પોતાનું ઉત્તમ પ્રકારનું પ્રદાન આપી રહ્યા છે. આ ઉપરાંત સુરત શહેરનાં નામાંકિત ડોક્ટરો નિઃસ્વાર્થ ભાવે જુદા જુદા આઈસોલેશન વોર્ડમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, નિઃસ્વાર્થ ભાવે અપાતી આ સેવાને સો સો સલામ 🙏🏼🙏🏼