સુરત શહેરનાં યુવાનો દ્વારા અનેક પ્રકારે સેવા થઈ રહી છે કેટલાક યુવાનો પોતાના જન્મદિવસ નિમિત્તે સેવાભાવ થી આગળ આવી રહ્યા છે જ્યારે કેટલાક યુવાનો આ દિવસે બિનજરૂરી અનેક ખર્ચાઓ તેમજ સમયનો દુરુપયોગ કરી આરોગ્યને નુકશાન થાય અને દુષણને પ્રોત્સાહન મળે એ રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી સામાજીક ક્ષેત્રે કોરોનાકાળમાં અનેક પ્રકારે જેમણે સેવા કરી છે એવા કરુણેશ રાણપરિયા દ્વારા તેમના 37માં જન્મદિવસની ઉજવણી જુદા જુદા પ્રકારે કરવામાં આવી હતી.
જેમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ મંદબુદ્ધિ અને નિરાધાર 350 પ્રભુજીઓને બપોરની રસોઈ આપી પોતાના હાથે ભોજન પીરસી પ્રસન્ન કર્યા હતા ત્યાર બાદ 37 છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ માટે સંદેશ આપ્યો હતો. સાંજે મિત્રો સાથે લોકગીત ભજન અને સાહિત્ય સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સામાજીક અને સેવાકીય ક્ષેત્રે જોડાયેલા અનેક સભ્યોએ હાજરી આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.