સુરતના સામાજિક અગ્રણી શ્રી પંકજભાઈ સિધ્ધાપરાના ધર્મપત્ની શ્રી હેતલબેનનું દુખદ અવસાન બાદ, શ્રી પંકજભાઈ સિધ્ધાપરા દ્વારા શ્રધ્ધાંજલિ હેતુ ઘણા સારા કાર્યો કરી સમાજને એક નવો રાહ ચીંધી રહ્યા છે, જે હવે આપણે સૌએ અનુસરીએ તો ઘણા લોક ઉપયોગી કાર્યો થઈ શકે એમ છે.
કોઈ પણ સ્વજનની વિદાય એ તમામ લોકો માટે દુખદ બાબત છે પરંતુ જે તે કુટુંબ, જેમણે પોતાના કુટુંબી વ્યક્તિના વિદાયનું દુખ હોય સહન કરવું થોડું વધુ મુશ્કેલ હોય છે, ઘણા સામાજિક રીત રિવાજો એવા છે કે જેમાં જરૂરી બદલાવ લાવીએ તો સમાજ ઉપયોગી થઈ શકાય છે આ વાત આપણે સૌએ શ્રી પંકજભાઈ સિધ્ધપરા જે સામાજિક કાર્યો તેઓશ્રીના ધર્મપત્નીના અવસાન બાદ શ્રધ્ધાંજલિ સ્વરૂપે કરી રહેલ છે તે દ્વારા સમજી શકાય છે.
સ્વ. હેતલબેન સિધ્ધાપરની શ્રધ્ધાંજલિના એક નાના ભાગ સ્વરૂપે, નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ (શ્રી ભાવેશભાઈ જાજડીયા તથા ધીરુભાઈ માંડવિયા ) અને પ્રાઈડ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના (શ્રી જગદીશભાઈ બરવાળીયા) પ્રમુખ અને સભ્યો દ્વારા આજ તારીખ:-૦૫/૦૯/૨૦૨૦ ના રોજ “વાત્સલ્યધામ” ની મુલાકાત લેવામાં આવેલ અને અનાથ બાળકોને ભોજન કરાવેલ, સાથે “વાત્સલ્યધામ” કઈ રીતે આ સેવા કાર્ય કરી રહેલ છે તે જાણવાની તક મળેલ, “વાત્સલ્યધામ” એ ખૂબ જ સારી રીતે આ તમામ બાળકોની સંભાળ રાખી રહેલ છે તેમજ તમામ બાળકોનો અભ્યાસ, તન્દુરસ્તી અને સારી ટેવ બાબતે ઘણી કાળજી રાખીને તમામ બાળકોનો ઉછેર કરી રહેલ છે જે જાણીને ખૂબ આનંદની લાગણી થયેલ.
More News : www.ngofatafatnews.com