શહિદ કોરોના વોરિયર્સનાં પરિવારને મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ દ્વારા સંઘર્ષના સાથી કાર્યક્રમમાં સુરત કલેક્ટર ડો. ધવલ પટેલ હસ્તે સન્માનીય સહાય રાશી આપી અભિવાદન કરાયું.
મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ એટલે રાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય ટીમ, કોરોના કાળમાં માનવી જ્યારે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો હતો ત્યારે એમના સાથી બનીને 72 દિવસો સુધી જેમણે રાત દિવસ જોયા વગર સતત સેવા કરી છે. સ્વયંસેવકો માટે જો કોઈ વિચારતું હોય અને મનોમંથનથી મદદરૂપ થતું હોય તો એ મારુતિ વીર જવાનની યુવા ટીમ છે જેના દ્વારા સંઘર્ષના સાથીઓનું દ્વિતીય સ્નેહમિલન સુખવાટીકા ફાર્મ, કોસમાડા ખાતે યોજાયું હતું, આ સંસ્થા સેવાકીય કાર્યો તો કરે જ છે પરંતુ સાથે સાથે પોતાના સ્વયંસેવક સભ્યો માટે અચાનક આવી પડતી આપત્તિનાં સમયે મદદરૂપ થઈ શકાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરના કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલ, ડેપ્યુટી કલેક્ટરશ્રી બોરડ સાહેબ, મારુતિ વીર જવાન ટ્રસ્ટ પ્રમુખશ્રી નનુભાઈ સાવલિયા, સમાજ અગ્રણી નરેશભાઈ ડોબરીયા એ મુખ્ય હાજરી આપી હતી. શહિદ કોરોના વોરિયર્સનાં પરિવારને સુરત કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલ હસ્તે શહિદ કોરોના વોરિયર્સ સ્વ. મથુરભાઈ ભાલાળાનાં પરિવાર તરફથી ગ.સ્વ. કંચનબેન મથુરભાઈ ભાલાળાની સાથે એમની ત્રણ દિકરીઓ પણ ઉપસ્થિત રહી હતી. એમને અને શહિદ કોરોના વોરિયર્સ સ્વ. અલ્પેશભાઈ આકોલીયા (જેકોબ)ના ભાઈ મહેશભાઈ આકોલીયાને નોંધપાત્ર સહાય રાશી સાથે શાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. સાથે લોકડાઉનનાં 72 દિવસ સુધી જેમણે દિવસ રાતનો વિચાર કર્યા વગર સતત સેવા આપી છે એવા 100 થી વધુ સ્વયંસેવક મિત્રોનું મોમેન્ટો આપી સન્માન કરી કલેક્ટરશ્રી દ્વારા એમની સેવાની વિશેષ નોંધ લેવાય હતી. સુરીલી સંગીત સંધ્યા સાથે આ કાર્યક્રમનાં મુખ્ય સ્પોન્સર કરૂણેશભાઈ રાણપરિયા હાજર રહ્યા હતા. સંઘર્ષનાં સાથી એટલે સેવાને સમર્પિત થયેલા સ્વયંસેવકો જેઓ રોજના 10 રૂપિયા લેખે મહિનાના ઓછામાં ઓછા 300 રૂપિયા જમા કરાવે છે અને એ રકમથી સ્વયંસેવક પરિવારને આવી પડેલી આપત્તિમાં મદદરૂપ બને છે, અત્યાર સુધી 1000 સભ્યો જોડાયા હતા આ કાર્યક્રમ બાદ બીજા 500 સભ્યોનો વધારો થયો છે. સંઘર્ષના સાથીમાં કોઈપણ સંસ્થાનાં કાર્યકર્તા સેવાભાવી સભ્યો જોડાઈ શકે છે, જે બીજાની સેવા કરે છે એમને જ્યારે આપત્તિ આવે છે ત્યારે એમની સાથે ખભો થી ખભો મિલાવીને મારુતિ વીર જવાનની યુવા ટીમ ઉભી રહે છે. આની વધુ માહિતી માટે 7435088333 પર સંપર્ક કરવા વિનંતી.