Jan Jagruti work

જીપીબીઓ સુરત દ્વારા યોજાયેલ વેબીનારમાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર મોટીવેટર શૈલેષભાઈ સગપરિયાએ માર્ગદર્શન આપ્યું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ. જેમાં આજ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનોનું સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટીમ જીપીબીઓની બે વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત એવાં ‘ પ્રોબ્લેમ ઈસ પ્રોગ્રેસ’ વિષય પર વેબીનાર યોજાયો હતો. કોવીડ-19ના આ કપરાં સમયમાં જ્યારે વિશ્વસ્તરે મંદીનો મહોલ છે ત્યારે હતોત્સાહ અને નાસીપાસ થયેલા યુવાનોને મોટીવેટ કરવાના ઉમદા હેતુથી આ વેબીનારનું આયોજન કરાયું હતું. જેનો લાભ સેંકડો યુવા ઉદ્યોગકારોએ લીધો હતો. સાંપ્રત પરિસ્થતિમાં જ્યારે દેશ અને દુનિયા પર કોરોના રૂપી પ્રોબ્લેમ આવી પડ્યો છે ત્યારે આ પ્રોબ્લેમને કઈ રીતે પ્રોગ્રેસમાં બદલી શકાય તે વિષય પર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અને આજની વાર્તા દ્વારા ઉદાહરણો અને જ્ઞાન પીરસનાર ગુજરાતમાં પ્રખ્યાત મોટીવેટર શ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા અસરકારક, સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,એમણે જણાવ્યું હતું કે પ્રોબ્લેમ થી નાસીપાસ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી, પ્રોબ્લેમ માણસને તો ઠીક ભગવાનને પણ આવ્યા છે, પ્રોબ્લેમ થી નિરાશ થવાની બદલે એમાં તક છુપાયેલી હોય છે જેને શોધી જીવનને આગળ વધારવું જોઈએ, ઘણી વખત પ્રોબ્લેમ સારા માટે આવતા હોય છે પરંતુ માણસો નિરાશ થઈ જાય છે નિરાશમાં હંમેશા આશ છુપાયેલી હોય છે, અમુક એમણે બની ગયેલી ઘટનાઓનું ઉદાહરણ આપી સભ્યોને સરળ રીતે સમજાવ્યું હતું. યુવાનોને વક્તવ્યના આખરી ચરણમાં સંદેશો આપતાં શૈલેષભાઈએ કહ્યું કે પ્રોબ્લેમને જીવનનો એક ભાગ ગણી એમાંથી સર્જાતી તકો ઝડપી લેવી જોઈએ, પ્રોબ્લેમ છે એ હંમેશા પ્રોગ્રેસ છે પ્રોબ્લેમ ને જોવાની દ્રષ્ટિ જો બદલશો તો તમારી સૃષ્ટિ આપોઆપ બદલાય જશે, પ્રોબ્લેમ ને પ્રોગ્રેસમાં કંઈ રીતે પરિવર્તન કરવું એનું રાહદર્શન-માર્ગદર્શન આપ્યું હતું.

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *