દીકરી ને કરિયાવર માં ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ અપાયો.
સમાજ માં દીકરી ને કરિયાવર કરવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે અને પિતા દ્વારા પોતાની યથા શક્તિ દીકરી ને કરિયાવરમાં કંઇક ને કંઇક આપવામાં આવતું હોય છે. આવા જ એક લગ્ન પાટીદાર સમાજમાં કનુભાઈ હીરાણી ની સુપુત્રી પ્રિયંકાનાં શુભ લગ્ન અંકિત સાથે સુરત કરવાંમાં આવ્યા હતા.
જેમાં કનુભાઈ એ કંઇક નવી જ પહેલ કરવાનું વિચાર્યું અને Renewable Energy ને પ્રોત્સાહન આપવા સોલાર રુફ્ટોપ પ્લાન્ટ કરિયાવર નાં ભાગ રૂપે આપવાનું વિચાર્યું, જેથી Leeji Solar Energy ના સહિયારા પ્રયાસ થી 3.3 KW નો સોલાર રુફ્ટોપ પ્લાન્ટ કરિયાવર નાં ભાગ રૂપે આપવામાં આવ્યો.
જેથી દીકરી નાં ઘર માં કાયમ ને માટે આજીવન મુફ્ત વીજળી મળી રહે અને જેનાથી વાર્ષિક 40000/- જેટલો બચાવ થશે..
આ ઉપરાંત વાર્ષિક 1200 KG CO2 ઉત્સર્જન પણ અટકાવશે અને વાતાવરણ નાં પ્રદૂષણ ને અટકાવવા માં પણ મદદરૂપ થશે.