Jan Jagruti work

લાખો મુસાફરોનાં પ્રશ્નોને વાચા આપતા સુરત શહેરનાં જાગૃત યુવાનો.

શહેરના જ્યારે આવા યુવા તેજસ્વી અને સાહસિક યુવાનો શહેરની અને લોકોની સેવા માટે આગળ આવતા હોય છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે તેમના મોરલને અને માનસિકતાને તોડવા માટેના તંત્રનાં માણસો દ્વારા પ્રયાસો થતા હોય છે પરંતુ જ્યારે માણસ સેવાના હેતુથી નીકળે છે ત્યારે આ બધી બાબતો એના માટે ગૌણ ગણાતી હોય છે.આજે આ બાબત પર એટલા માટે લખવાનું થયું કે આપણા શહેરનાં સાહસિક અને સમાજસેવા માટે હરહંમેશ તત્પર રહેતા કરુણેશ રાણપરિયાએ થોડા સમય પહેલાં જ જે આમ જનતાનાં જે પ્રશ્નો હતા ખાસ કરીને રોડ પરનાં ખાડાઓ અને હાઇવે પર જે લોકો હેરાન થતા હતા અને એ પોતે પણ એ વસ્તુ અનુભવી ચૂક્યા હતા એટલે એમણે એ વિષય ઉપર વધારે ધ્યાન દોર્યું લેખિત તેમજ ઓનલાઈન અરજીઓ સાથે જે કાંઈ રસ્તા થતા હોય જે ગવર્મેન્ટનાં નિયમો અનુસાર કોન્ટ્રાક્ટર હોય કે જે કાયદાના જિમ્મેદાર ઓફિસર હોય એ તમામ વ્યક્તિઓને સાથે રહી અને તમામની સાથે વાતચીત કરી અને કાર્યને પરિપૂર્ણ કરવા માટે એમણે વાત કરી હતી પરંતુ સમય વિતતા એવું કશું જ ન થતા તેમણે પોતે રવિવારના દિવસે IRB ની ઓફિસ પર જઈ એમને સાવચેત કર્યા હતા કે જો આપ મને આ કાર્ય કરવા માટે સહકાર નહીં આપો તો હું ટોલનાકા ઉપર લોકોને જાગૃત કરી અને ટોલ ભરવા માટે અટકાવીશ, આ તમામ સુરતનાં જાગૃત નાગરિકો એ જ્યારે કાર્યને અંજામ આપવા સુધી પહોંચ્યા ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ તમામ સભ્યોને એરેસ્ટ કરી ધાકધમકી અને માનસિક રીતે ટોર્ચર કરી FIR કરી એમની યોગ્ય અને ધારદાર રજુઆતને દબાવવાનો પ્રયત્ન કરાયો જો ખરેખર આઝાદ ભારતમાં આવા સામાન્ય પ્રજાનાં પ્રશ્નોને લઈ સેવાનાં હેતુથી કાર્યરત સભ્યો પર જુસ્સાને તોડવા FIR થતી હોય તો સુરત શહેરની જનતા અને આઝાદ ભારતનાં લોકો માટે શરમજનક કહી શકાય આ સમયે સુરતવાસીઓ એ એકતાના ભાગરૂપે સાથે મળી આ યુવાનોને સહકાર આપવો જોઈએ નહીં કે મૂંગા મોઢે માયકાંગલા થઈને બેસી ન રહેવું જોઈએ કારણકે લોકોનાં પ્રશ્નોને વાચા આપી શકે તે માટે યુવાનોના આ વિચાર સાથે સહુએ સાથે રહેવું જોઈએ.

More Video : https://www.facebook.com/karuneshranpariya11/

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *