Uncategorized

બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 148 આધુનિક સિલાઈ મશીનનું વિતરણ કરતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ

બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 148 આધુનિક સિલાઈ મશીનનું વિતરણ કરતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ શુભપ્રસંગોમાં વધેલું ભોજન એકઠું કરીને સુરત આસપાસ 100 km સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. અન્ય સેવાકીય કાર્યોમાં જરૂરિયાતમંદો માટે અનાજ કરિયાણાની કીટ વિતરણ, એમના અભ્યાસ કરતા બાળકો માટે વિનામૂલ્યે નોટબુક- પેન અને બિસ્કીટ વિતરણ તથા આદિવાસી વિસ્તારોમાં સ્ટેશનરી વિતરણ, ભોજન વિતરણ, સિવિલ/સ્વીમેર હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, મેડિકલ સહાય, શૈક્ષણિક સહાય દ્વારા લોકઉપયોગી કાર્યો કરે છે. સાથે સાથે બહેનો પરિવારનો સ્થંભ બની આત્મનિર્ભર બને એ હેતુથી દર વર્ષે બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ સિલ્વર ચોક ખાતે આધુનિક સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 7,500 ₹ લાભાર્થીનાં યોગદાન થી અને 10,000 ₹ સંસ્થાનાં યોગદાન થી કુલ 17,500 ₹ નું પ્રત્યેક મશીન એવા કુલ 148 મશીનોનું વિતરણ કરાયું હતું. સાથે ઘઉં અને એમના બાળકો માટે સ્ટેશનરીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

જેમાં ચોપડા, પેન- પેન્સિલ નો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં મુસ્કાન યંગસ્ટર ગ્રુપ અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળના સભ્યો જોડાયા હતા. સાથે સાથે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું હતું કે જે બહેનો નાનો મોટો વ્યવસાય કરે છે એમને પ્લેટફોર્મ પૂરું પાડવા સંસ્થા દ્વારા એક્ઝિબિશન થઈ રહ્યા છે. આગામી એક્ઝિબિશન સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબાતલાવડી ખાતે તા. 23-24 જુલાઈ યોજાશે. જેમાં જોડાવવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *