Educational help Jan Jagruti work Seva Social Work

વિનામુલ્યે ફાળવેલ સ્ટોલ દ્વારા મહિલાઓએ લાખો રૂપિયાનો બિઝનેસ કર્યો.

*વિનામુલ્યે ફાળવેલ સ્ટોલ દ્વારા મહિલાઓએ લાખો રૂપિયાનો બિઝનેસ કર્યો*

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન(DICF) અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ ખાતે આવેલી પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા બે દિવસના એક પહેલ એક પ્રયાસ કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે, સેવાકીય NGO સમયની સાથે તાલ મેળવી ગૃહઉદ્યોગ કરતી અને શક્તિ સ્વરૂપ બહેનોને આત્મનિર્ભર બનવા માટે નવા કોન્સેપ્ટ સાથે એક્ઝિબિશન, બાળકોથી લઈ વડીલો સુધીના વ્યક્તિ ઓનો ફેશન શો, કેક-કુકિંગ ક્લાસ, બ્લડ કેમ્પ જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સફળતા પ્રાપ્ત કરી હતી, બીજા દિવસે આ કાર્યક્રમમાં 5,000 થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી, પ્રદર્શનમાં રહેલા આર્ટ, જવેલરી, હેન્ડલુમ, ફુડ, ગામઠી પ્રોડક્ટનાં તમામ 147 સ્ટોલોએ મળીને લગભગ 20 લાખથી વધારે કિંમતનો વેપાર કર્યો હતો, આ એક્ઝીબિશનમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF દ્વારા યોજાયેલો બાળકો અને વૃધ્ધો માટેનો ફેશન શો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, વૃધ્ધો ને જીવન જીવવાની પ્રેરણા મળે તે હેતુસર યોજાયેલા ફેશન શો માં 25 થી વધુ સિનિયર સિટીઝનોએ સ્ટેજ પર રેમ્પ વોક કર્યું હતું આ સાથે નાના બાળકો માટે પણ ફેશનશો નું આયોજન કરાયું હતું, ઉપરાંત બીજી અનેક કૃતિઓ રજૂ કરાય હતી જેમાં ગણેશ વંદના, ગરબા, એક પાત્ર અભિનય, કરાટે જેવી વિવિધ એક્ટ રજૂ થઈ હતી, આ કાર્યક્રમનું સંચાલન CA શૈલેષભાઈ લાખણકીયા દ્વારા થયું હતું.

વિશેષ શહેરનાં નામાંકિત લોકો દ્વારા વિવિધ ક્ષેત્રે કેવી રીતે બિઝનેસમાં આગળ વધી શકાય તેમજ આવા કાર્યક્રમોની સમયની જરૂરિયાત છે તેવા વિચારો સાથે મહેમાનોનું અભિવાદન અને મહેમાનો દ્વારા સ્ટોલોની મુલાકાત કરી સ્ટોલધારકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા સાથે બે દિવસ દરમિયાન લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું, આ કાર્યક્રમમાં 300 વધુ સ્વયંસેવકો અથાત મહેનત અને પરિશ્રમ થી સંસ્થાની એક નવી ઓળખ ઉભી કરી છે આવનારા સમયમાં આનાથી પણ વિશાળ કાર્યક્રમ કરી લોકોના બિઝનેસને એક નવો વેગ આપવામાં આવશે, આમ એક પહેલ એક પ્રયાસનાં ભાગરૂપે નાનો મોટો ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓને વિનામુલ્યે 147 સ્ટોલ આપી લાખોનો બિઝનેસ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *