સામાજિક અગ્રણી તથા શ્રી ખોડલધામ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પટેલ સમાજના યુવા આગેવાન પંકજભાઈ સિદ્ધપરા ના ધર્મપત્ની હેતલબેનનું કેન્સરની બીમારી ને કારણે તા. ૨૫ ઓગસ્ટના રોજ દુઃખદ અવસાન થયું હતું ત્યારે મરણ બાદ સમાજના રીત રિવાજ મુજબ યોજાતાં બેસણાંની જગ્યાએ હાલની કોરાનાની મહામારીમાં શહેરમાં લોહીની અછતને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૧ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી તથા મરણ પછીની બારમાની વિધિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી સમાજમા એક નવી રાહ ચિંધવાનો સંકલ્પ કર્યો હતો જેના અનુસંધાને સુરત નાં વેલેંજા વિસ્તાર માં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ૧૧૧ જેટલા વૃક્ષો નું રોપણ કર્યુ હતું.
વૃક્ષારોપણ નાં કાર્યક્રમ માં સમાજ નાં અગ્રણી રામજીભાઈ ઇટાલિયા, ઠાકરશીભાઈ, મૂળજીભાઈ ધામેલીયા, ડો. ગધેસરિયા સાહેબ, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા, મુકેશભાઈ પટેલ હિંદવા, આર.કે., રસિકભાઈ રામદરબાર, કઠોર ગામ ના સરપંચ, તથા રાજકીય મહાનુભાવ મા પૂર્વ મંત્રી તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા, દર્શન ભાઈ નાયક, દેવરાજભાઈ ટીંબી, દિનેશભાઈ સાવલિયા, વિશાલ વસોયા,ચીમનભાઈ વોરા,પંકજ ધામેલિયા આ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
હેતલબેન નું કેન્સરની બીમારીથી અવસાન થયેલ હોવાથી તેમની સ્મૃતિ રૂપે સુરતમા આવનારા દિવસોમાં એક ફાઉન્ડેશન ની સ્થાપના કરી કેન્સર રોગ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા તથા મહિલાઓમાં વધારે થતાં કેન્સર માટેના જવાબદાર તત્વોનું વહેલાસર નિદાન અને સફળતાપૂર્વક સારવાર થઈ શકે એ માટે લોક જાગૃતિ તથા લેબોરેટરી તપાસ થઈ શકે એ હેતુથી એક સેન્ટર સુરત ખાતે ઉભુ કરવામાં આવનર છે.જ્યાં આવા લોકો ને વહેલાસર નિદાન અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.
પટેલ સમાજના યુવા અગ્રણી પંકજ સિદ્ધપરા ના ધર્મપત્ની હેતલબેન નું કેન્સરથી અવસાન થયું હતું : બારમાની વિધિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી સમાજમા એક નવી રાહ ચીંધી.
More News : www.ngofatafatnews.com