Social Work

સરદારધામ સંસ્થાના બિલ્ડીંગ પ્રોજેક્ટનો અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગરમાં થયો શુભારંભ.

સરદારધામ સંસ્થાના બિલ્ડીંગ પ્રોજેક્ટનો અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગરમાં થયો શુભારંભ

સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે સમસ્ત પાટીદારની એકતાનું ધામ એટલે કે સરદારધામ દ્વારા થતા કાર્યો જેમાં GPSC-UPSC તાલિમ કેન્દ્ર, GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન, દીકરી દત્તક યોજનાનો સમાવેશ થાય છે. આજ રોજ લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત ટીમ સરદારધામ ભાવનગરના સભ્યોની કારોબારી મિટિંગ યોજાઈ હતી. જેમાં માર્ગદર્શકશ્રી એવમ ભવનદાતાશ્રી જાદવભાઈ આર. મોણપરા, ઉપપ્રમુખશ્રી જે.ડી.પટેલ, મંત્રીશ્રી નાણાં અને કાયદા અરવિંદભાઈ એમ. જાસોલિયા, સહમંત્રીશ્રી ગોરધનભાઈ એમ. સુતરિયા, સહ નાણાંમંત્રીશ્રી દેવરાજભાઈ જે. ગોટી, માર્ગદર્શકશ્રી પોપટભાઈ વી. ઇટાલિયા, માર્ગદર્શકશ્રી મુળજીભાઈ ડી. વઘાસિયા, માર્ગદર્શકશ્રી દુલાભાઇ ડી. ઇટાલીયા, માનદ્દ મંત્રીશ્રી સંજયભાઈ જે. સોનાણી, પ્રોજેકટ કમિટી સભ્યશ્રી બટુકભાઈ બી. ડોબરિયા, સી.ઇ.ઓ.શ્રી એલ.સી.બોરડ અને પ્રમુખસેવક ગગજી સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ પૂરી થયાં બાદ સૌ કારોબારી સભ્યોની હાજરીમાં 1000 વિદ્યાર્થીઓ માટેનો શ્રી પોપટભાઈ એન. ડુંગરાણી (આકરૂવાળા) સંકુલ સરદારધામ છાત્રાલય પ્રોજેક્ટના બાંધકામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સરદારધામ સમાજની સુખાકારી, રાષ્ટ્રની ઉન્નતિ અને યુવા શક્તિના સર્વાંગી વિકાસના સંક્લ્પ સાથે કામ કરતી સંસ્થા છે. જેનો 2000 દીકરા- દીકરીઓ રહી શકે તેવો 200 કરોડનો પ્રોજેકટ વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે આકાર લઈ ચુક્યો છે. જેનું ટુંક સમયમાં લોકાર્પણ થનાર છે. તે ઉપરાંત 1000 દીકરા – દીકરીઓ માટેનો 100 કરોડના પ્રોજેકટનો પણ શુભારંભ થઈ ગયેલ છે. એવી જ રીતે આજે ભાવનગર ખાતેના 1000 દીકરા-દીકરીઓ માટેના 100 કરોડના પ્રોજેકટનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *