Social Work

વરાછા કતારગામનાં યુવાનો દ્વારા વતનમાં વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવોનું થઈ રહેલું ભગીરથ કાર્ય .

સુરતમાં સ્થાયી થયેલા ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના વાવડી ગામનાં 50 યુવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી વૃક્ષો ઉછેરી અને પર્યાવરણ બચાવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જેમાં ગામનાં 50 યુવાનોએ સુરત થી 400 કિલોમીટર દૂરથી આવી પોતાના વતનમાં 1000 વૃક્ષ વાવી તેનો ઉછેર કરી રહ્યા છે, એક તરફ જ્યારે ગ્લોબલ વોર્મિગના કારણે વરસાદ ઓછો થઈ રહ્યો છે. ત્યારે પોતાના વતનમાં સારા વરસાદની આશા પર યુવાનોએ અનોખી પહેલ કરી હતી જેની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. ઓછા વૃક્ષોને કારણે જિલ્લામાં અનિયમિત વરસાદ પડે છે. આ પરિસ્થિતિને દુર કરવા વાવડી ગ્રામજનોએ ગામને લીલુછમ અને હરિયાળું બનાવવા બે વર્ષથી વૃક્ષારોપણની કામગીરી આરંભી છે. ગ્રામજનોની સાથે સુરત સ્થિત ગામના યુવાનોએ પણ સક્રિય ભાગ લીધો હતો. ચાલુ વર્ષે વૃક્ષારોપણ માટે આ ગામે નવતર પ્રયોગ અજમાવ્યો છે. આ માટે 50 યુવાનોએ 400 કિલોમીટર દૂર સુરતથી પોતાના વતનમાં આવી 1800 વૃક્ષોનું વાવેતર કરી એમનું સારી રીતે જતન કરી રહ્યા છે વધુ માહિતી આપતા ગ્રામસભ્ય કિશોરભાઈ બગડીયા જણાવે છે કે વાવડી ગામ મા 10 વીઘામાં લીમડા, પીપળા, વડ, પીપર, ઉમરા, ગુંદા, જાબુડા, ગુલમહોર, સપ્તપદી, આબા, ચીકુ, કણજર, આટલા વૃક્ષનાં રોપા રોપ્યા છે અને આ વષે 2 વીઘાનાં બીજા રોપ્યા છે, ગામની વસ્તી કુલ 1500 સભ્યોની છે જેમાં મોટાભાગે સભ્યો સુરત, અમદાવાદ અને મુંબઈમાં રહે છે, સમગ્ર પ્રોજેકટને સફળ બનાવવા માટે વાવડી ગામ ના યુવક મંડળ મુંબઈ સુરત અમદાવાદ ભાવનગર સારી જહેમત ઉઠાવી રહ્યા છે.

#પર્યાવરણ બચાવો #NGOFATAFATNEWS #SOICAL_WORK #વૃક્ષ ઉછેરો

More News : www.ngofatafatnews.com
Fb : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *