ટાઇગર ફોર્સ ટીમ ના ટાઇગર યોદ્ધાઓ સિંહો ના પંથક ગીર જૂનાગઢ માં ચાલતા આઈસોલેસન સેન્ટરો ની મુલાકાતે.
સૌરાષ્ટ્ર ભર માં જ્યારે કોરોના એ કહેર મચાવ્યો છે ત્યારે સુરત થી સેવા સંસ્થા ની હાકલ પડી અને એકસાથે “52 સંસ્થાઓનો સમૂહ એવી સેવા સંસ્થા” ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જિલ્લા ની જવાબદારી સંભાળી અને સામાજિક સંસ્થાઓ સૌરાષ્ટ્ર છેલ્લા 10 દિવસો થી માદરે વતન અને રૂડા સૌરાષ્ટ્ર ખાતે સેવા માટે ડોકટરો ની ટીમ તેમજ જરૂરી દવાઓ સાથે આવી પહોંચ્યા છે..અને ઘણું સારું એવું પરિણામ મેળવી રહ્યા છે ત્યારે ટાઇગર ફોર્સ ના મિલન ચૌહાણ, બિપિન તલાવિયાં , ,મિલન બોરડા, કૌશિક દેસાઈ દ્વારા સેન્ટર ની મુલાકાત લેવામાં આવી અને દર્દીઓ ને પોઝિટિવ વિચારો અને જરૂરી સૂચનો કર્યા.
તેમજ જૂનાગઢ જિલ્લા ની મહત્તમ જવાબદારી સંભાળતા કનવિંનર્ પંકજ સિદ્ધપરા ,કમલેશ પાનસુરીયા,બટુકભાઈ વાડદોરિયા સહિત ની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં બાદલ પુર તેમજ સાંખલાવદર તેમજ મેંદરડા સ્થિત ચાલતા સેન્ટર પર જરૂરી માર્ગદર્શન તેમજ દવાઓ વિતરણ કરવામાં આવી.