ટેક્સટાઈલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) નામ થી 15 ઓગસ્ટ 2020નાં રોજ આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે, વર્ષોથી આ ક્ષેત્રમાં માંગણી હતી કે આ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કોઈ સંસ્થા નોહતી, આ સંસ્થાનું મુખ્ય કાર્ય સુરતનાં એમ્બ્રોઇડરી અને જોબવર્ક બિઝનેસ સાથે સંકળાયેલા તમામ સભ્યો માટે મૂંઝવતા પ્રશ્નો જેમકે વ્યાપારીઓ પાસેથી સમયસર પેમેન્ટ નાં મળવું, ઉઠામણા થવા, સરકારી તંત્ર પાસેથી યોગ્ય સહકાર ના મળવો આવા અનેક પ્રશ્નો ને ધ્યાનમાં રાખી આ સંગઠનની સ્થાપના કરી જેમાં ધંધાને લગતા દરેક પ્રશ્નોનું નિવારણ સમયાંતરે ઉદ્યોગની જાગૃતિ અને માહિતી માટે સેમિનારો તેમજ આ ધંધા સાથે પરપ્રાંતિઓ મોટી સંખ્યામાં મહિલા જોબવર્ક સાથે સંકળાયેલી છે તેમજ દરેક સમાજનાં વર્ગના સભ્યો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે એની એકતા, સંગઠન માટે આ સંસ્થા કાર્યરત રહેશે, વર્ષોથી આત્મનિર્ભર આ ઉદ્યોગને સરકારશ્રીનાં તમામ લાભો સરકારી યોજનામાં મળે એ હેતુથી યોગ્ય સ્તરે રજુઆત કરવામાં આવશે, આ ગ્રુપ ની શરૂઆત થતા જ એમ્બ્રોઇડરી અને જોબવર્ક સાથે સંકળાયેલા 20,000 થી વધુ સભ્યો જોડાઈ ગયા છે, સાથે ટેક્સટાઇલ ઉદ્યોગની ફોસ્ટા, ફોગવા જેવી સંસ્થાઓ ને સાથે રાખી યોગ્ય રસ્તો કાઢશે.
More News : www.ngofatafatnews.com