એક સોચ ફાઉન્ડેશન દ્વારા નાતાલના આગલા દિવસે થેલેસિમિયા ના બાળકો સાથે ખુશાલીનો કાર્યક્રમ.
નાતાલના આગલા દિવસે, એક સોચ ફાઉન્ડેશન દ્વારા આ દિવસને થેલેસેમિયા બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો, સ્થાપક રિતુ રાઠીએ કહ્યું કે આ બાળકોને દર મહિને 1-2 યુનિટ રક્તની જરૂર હોય છે અને તેમનું અસ્તિત્વ મુશ્કેલ બને છે, તેઓનું આયુષ્ય મહત્તમ 20 થી 35 વર્ષનું છે. રક્તદાન માટે આગળ આવવા અને એમનું જીવન સરળ બનાવવા માટે વધુ લોકોની જરૂર છે, દર્દી બાળકોએ સાન્તાક્લોઝ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી, બાળકોને ઘણી બધી ભેટો ચોકલેટ અને ગિફ્ટ્સ આપીને સન્માનિત કરી ઉજવણી કરી હતી..અને આ કાર્યક્રમમાં તેમની સાથે સુરત રક્તદાન કેન્દ્રના પરિમલજી પણ જોડાયા હતા.