સેવાકીય સંસ્થા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્કાન લગ્નોત્સવનાં માધ્યમથી લવાશે લગ્નઉત્સુક સભ્યોના ચહેરા પર મુસ્કાન.
સમયસર લગ્નને જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે એક જ સમસ્યા હોય છે કે યોગ્ય સમયે યોગ્ય પાત્ર જ મળતું નથી. સંતાનો વયસ્ક થતાં માતપિતા પણ ચિંતિત રહે છે ઘણી વખત ઉંમર નીકળી જાય પણ લગ્ન નથી થતા ઘણી બાધાઓ આવે છે અને લગ્નમાં વિલંબ થતો હોય છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય આવી સમસ્યાઓ દરેક સમાજમાં સામાન્ય થઈ ગઈ છે ત્યારે તેમનાં માટે સેવાકીય કાર્યની અગ્રણી સંસ્થા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ દ્વારા આ સમસ્યાનાં મનોમંથન બાદ મુસ્કાન લગ્નોત્સવની સ્થાપના થઈ છે જેમાં જે ભાઈઓનાં વેવિશાળ નથી થતા અને ઉમર વધી ગઈ હોય એમને જીવનસાથી શોધી આપવાનો પ્રયત્ન અને ગંગાસ્વરૂપ બહેનો તેમજ છૂટાછેડા થયેલ બહેનો તેમજ અંતરિયાળ વિસ્તારની દિકરીઓ માટે યોગ્ય જીવનસાથી શોધી આપવાનો પ્રયાસ કરવામાં આવે છે જે પૈકી પ્રથમ સગાઈ ચિ. મિતલ અને ચિ. સંજય તા. 7-3-2021, રવિવારે થઈ હતી, આ આયોજન થી ખુશ થઈ દિકરાના પિતા કરશનભાઈ દેપલા એ 11 અનાજ કરિયાણાની કીટ સંસ્થાને આપી છે જેનું વિતરણ વિધવા બહેનોને કરવામાં આવશે, કોઈપણ સમાજની દિકરી, દીકરા, ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓ સગાઈ માટે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લઈ શકે છે વધુ માહિતી માટે સંપર્ક 8866292324