● કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – સુરતના યુવાનો દ્રારા વૃક્ષ ઉછેરી અને પર્યાવરણ બચાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે. જેમાં કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનો અને મિત્રમંડળ એ મળીને વૃક્ષો વાવીને પર્યાવરણ જાગૃતિ નો મહત્વપૂર્ણ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
● એક તરફ જયારે ગ્લોબલ વોર્મિંગ ને કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે અને કોરોના જેવી વૈશ્વિક બિમારી ચાલી રહી છે ત્યારે સ્વચ્છ વાતાવરણ માં સ્વચ્છ ઓક્સિજન મળી રહે તે માટેયુવાનો એ વૃક્ષો વાવીને એક અનોખી પહેલ કરી છે. ચાલુ વર્ષે અને આ મહામારીનો સમય હોવા છતા પણ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – સુરત ના યુવાનો પોતાની કાર્યશૈલી માં લાગી રહયા છે અને સમાજ સુધી ” વૃક્ષો વાવી , પર્યાવરણ બચાવો ” ની પહેલ કરી રહ્યા છે.
● વધુ માહિતી આપતા કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – સુરતના સંસ્થાપક મિતભાઇ માંડવિયા જણાવે છે કે , સાઇ ભક્તિ બંગ્લોઝ (વેલંજા નહેર ના કાઠે , વેલંજા) ના રોડકાઠે લીમડો , આસોપાલવ , પીપળો , વડ , ગુલમહોર , આંબા , જાબુડા વગેરે વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત , સાઇ ભક્તિ બંગ્લોઝ ના ગાર્ડનમાં અનેક ફુલછોડ નું રોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં સંજય ધડુક , અલ્પેશ રામાણી , જીગ્નેશ ધડુક , વસંત પોશીયા , વિશાલ પદમાણી , અલ્પેશ રફાળીયા , અશ્વિન માંગરોળીયા , કેતન ગઢીયા હાજર રહયા હતા.
● આ ઉપરાંત , વિશેષ માં સાઇ ભક્તિ , બંગ્લોઝ ના રહીશો પાસે કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – સુરત ના યુવાનો ની હાજરીમાં એક શપથ પણ લેવડાવ્યા કે ” જીવીશુ ત્યાં સુધી જતન કરીશું અને કોઇ પણ પ્રસંગે એક વૃક્ષ જરૂર વાવીશુ. ” તેમજ હાલમાં કોરોના જેવી મહામારી ના સમયમાં કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત ના સંસ્થાપક મિતભાઇ માંડવિયા એ સુરત વાસીઓ ને એક નમ્ર અપીલ પણ કરી છે કે કોરોના થી ડરશો નહિ અને તેમનો સામનો કરો… ચહેરા પર માસ્ક અવશ્ય પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરો. કારણ કે તમે સ્વસ્થ હશો તો તમારો પરિવાર સ્વસ્થ રહેશે , પરિવાર સ્વસ્થ રહેશે તો સમાજ સ્વસ્થ રહેશે.
More News : www.ngofatafatnews.com