લોર્ડ ક્રિષ્ના યુથ ક્લબ-સુરત દ્વારા રક્તદાન શિબિરમાં 106 યુનિટ એકઠું કરાયું.
વર્ષ 2012 થી થેલેસેમિયા ના બાળકો માટે રક્તદાન શિબિર નુ આયોજન કરતું આવ્યું છે આ વર્ષે પણ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે અભિષેક રેસી-2,મોટા વરાછા ખાતે રક્તદાન શિબિર નુ આયોજન સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી ગોઠવવામાં આવ્યું હતું જેમાં ખોડલધામના સુરતના કન્વીનર કે.કે.કથીરીયા તથા કિશોરભાઈ પદમાણી તથા કામરેજ ના માજી ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસૂરિયા દ્વારા લોર્ડ ક્રિષ્ના યુથ કલબના દરેક સભ્યોને નિ:સ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ કાર્ય બદલ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.આ શિબિરમા મહીલાઓ પણ આગળ આવીને હાલ ચાલી રહેલ રક્તની અછતને નિવારવા રક્તદાન કર્યું હતું. શિબિરને અંતે 106 રક્ત યુનિટ એકત્રિત કરીને થેલેસેમિયા દર્દીઓને સમર્પિત કરવામાં આવ્યું હતું.