Jan Jagruti work Ngo News Social Work

સરદાર સાહેબે જ્યાંથી પોતાની કારકિર્દી વકીલાતની શરૂઆત કરી હતી એ ગોધરા શહેરમાં સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો.

સરદાર સાહેબે જ્યાંથી પોતાની કારકિર્દી વકીલાતની શરૂઆત કરી હતી એ ગોધરા શહેરમાં સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો.

ગોધરા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ જૂનો અને જરૂરી નાતો રહ્યો છે. સરદાર સાહેબે ગોધરા ખાતેથી વકીલાતની કારકિર્દી શરૂ કરી હતી. સાથે સાથે ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. આઝાદી પહેલા 1917 માં પ્રથમ રાજકીય પરિષદ ગોધરામાં યોજાઈ હતી જેમાં ગાંધીજી, મહોમ્મદ અલી ઝીણા સહિત મોટા રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા અને આ પરિષદમાં જ સરદાર વલ્લભભાઇ પટેલ સૌપ્રથમ વખત મહાત્મા ગાંધીજીને મળ્યા હતા અને તે પછી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. એવા સરદાર સાહેબના આદર્શો પર યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સતત અને સાતત્યપૂર્ણ કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. અને આ સંસ્થાના વિચારોને છેવાડાનાં સભ્યો સુધી પહોંચાડનાર સંગઠન એટલે યુવા તેજ-તેજસ્વીની સંગઠન.

આ સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરાય છે. આ પૈકી તા. 26 ઓગસ્ટનાં રોજ સુરત ખાતે સરદાર સ્મૃતિ ભવન ખાતે, બીજો કાર્યક્રમ મહીસાગર જિલ્લાનાં લાગણીઓથી લથપથ એવા લુણાવાડા ખાતે અને આજે ત્રીજો કાર્યક્રમ બામરોલી રોડ, ગદકપુર ચોકડી, ગોધરામાં યોજાયો હતો. જેમાં ગોધરા શહેરનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અત્યાર સુધી યોજાયેલા યુવા સંવાદ કાર્યક્રમમાં ટોટલ 6.5 કરોડનું અધધ કહી શકાય તેવું યોગદાન ટ્રસ્ટીઓ તરીકે જોડાઈને લોકોએ નોંધાવ્યું છે. આજના યુવા સંવાદ કાર્યક્રમમાં મુખ્ય હાર્દ સમા યુવા સંવાદ સેશનમાં પ્રશ્નોનું નેતૃત્વ શૈલેષભાઇ સગપરિયાએ કર્યું હતું.

જેમાં સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાને પુછાયેલ તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપીને તેમણે સહુને ઉત્સાહિત-પ્રોત્સાહિત અને માર્ગદર્શીત કર્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન યુવા તેજ-તેજસ્વીની મધ્ય ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *