Jan Jagruti work

કોરોના થી સાવધ રહી શકાય. માસ્ક એ મોટું સાધન .

કોરોના થી સાવધ રહી શકાય. માસ્ક એ મોટું સાધન .


૧. માસ્ક પહેરવું જોઈએ કે નહીં ?
અવશ્ય , માસ્ક પહેરવું એ જ રામબાણ ઉપાય છે.


૨. કેવા માસ્ક પહેરવા જોઈએ ?
સામાન્ય વ્યક્તિ ને ૩ પ્લે મેડિકલ સર્જિકલ માસ્ક પહેરવા જોઈએ. કાપડ ના લીલા માસ્ક નહિ. તે બિન ઉપયોગી છે

૩. કાપડ ના માસ્ક પહેરી શકાય ?
નહિ , આજે સુરત ની પરિસ્થિતિ એ કાપડ માસ્ક, કોટન ફેન્સી માસ્ક અને ચુંનરી , દુપ્પટા, બુરખા પહેરે છે એના લીધે રક્ષણ ના મળવાથી વધુ ફેલાયો છે.

૪. કોને કેવા માસ્ક પહેરાય?
સામાન્ય રીતે બધા એ ૩, પ્લે માસ્ક પહેરવા જોઈએ. હોસ્પિટલ ,. મેડિકલ સ્ટાફ, દવા ની દુકાન, પેટ્રોલ પંપ ના કર્મચારી બધા એ N-95 માસ્ક પહેરવા જોઈએ.

  1. માસ્ક કેવી રીતે પહેરાય?
    માસ્ક અંદર ની સપાટી ને હાથ ના અડકે, કોઈ બીજો સપાટી ને ના અડકે તેવી રીતે પહેરવા, માસ્ક નાક ના નીચે માં ઉતરી જાય તેમ પહેરવા. જો માસ્ક થી નાક નો ભાગ બહાર રહે તો એ નકામું છે ઉલટા નું નુકસાન રૂપ સાબિત થશે

૬. માસ્ક નો નિકાલ કેમ કરવો.?
માસ્ક ને અંદર ની સપાટી કરી તેની બહાર ની દોરી થી ગાંઠ મારું તેના ઉપર સેની ટાઈઝર છાંટી ને નિકાલ કરી શકાય .

૭. માસ્ક ક્યારે કાઢી શકાય?
જ્યારે તમે તમારા રૂમ કે ઓફીસ માં એકલા હોવ ત્યારે કાઢી શકાય. અને જો. તમે બીમારી થી સપડાયેલા હોવ તો બને ત્યાં સુધી ના કાઢો તો સારું
૮. સુરત ની પરિસ્થિતિ અચાનક બગડવાનું કારણ ?
મોટા ભાગે જોઈએ તો લોકો શેરી ગલ્લા પર ટોળા વળીને બેસવું જેમાં માસ્ક નો અભાવ, મોલ અને રોડ પર કરી ઓ પર ભીડ. હીરા ઉદ્યોગ અને દરેક ઉદ્યોગ ના સમય માં ફેરફાર કરી સંખ્યા ને વિભાજિત કરીને કાર્ય શરૂ કરી શકાય. જે કરવામાં નિષ્ફળ રહ્યા , ઉપરાંત હીરા અને બજાર.


ડૉ. પૂર્વેશ ઢાંકેચા
( અધ્યક્ષ, ઇન્ડિયા હેલ્થ લાઈન દક્ષિણ ગુજરાત પ્રાંત)
કોરોના દર્દી ની હોમ આઇસો લેશન થી એલોપેથીક, આયુર્વેદિક અને હોમિયોપેથીક એમ આયુષ મંત્રાલય અને ના આધારે સારવાર આપતાં ડોક્ટર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *