*આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું*
આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સમસ્ત પાટીદાર સમાજ એવમ સરદારધામ યુવા તેજ- તેજસ્વિની સંગઠનનાં માર્ગદર્શન હેઠળ તા- 19-10-2021 નાં રોજ સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, સુરત ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં આર્યુવેદ અને હોમીયોપેથીક નાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી માં નિદાન કરીને દવા પણ ફ્રી માં આપવામાં આવી હતી,અમુક રોગોમાં યોગ વિશેનું પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
વનસ્પતિ શસ્ત્રમાં નિષ્ણાંત વિનુભાઈ પરબડીયા તેમજ નાનુભાઈ હરખાણી દ્વારા આપણી આસપાસ મળતી વનસ્પતિનાં આયુર્વેદ ગુણ વિશે ખૂબ સરસ માહીતી લોકોને આપી હતી.
આ કેમ્પમાં પાંચસો કરતા પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો બીજા ફોલોઅપ માટે દરેક સરકારી હેલ્થ સેન્ટર પર આયુર્વેદ અને હોમીયોપેથીક નિષ્ણાંત તૈનાત હોય છે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ નિદાન અને દવા મળી રહે છે તે પત્રિકા પણ આપી હતી. જુના અને હઠિલા રોગો વિશે સચોટ રીજલ્ટ આપનારી આ બન્ને ચિકિત્સા પધ્ધતી વિશે લોકોને માહીતગાર કર્યા હતા. સુરત ડિસ્ટ્રીક્ટ આયુષ ઓફીસર ડૉ. મિલનભાઇ દશોંદી ની ટીમ અને એમનાં માર્ગદર્શન થકી આખા કેમ્પનું આયોજન થયું હતું જે આવું સરકાર શ્રી તરફથી સુરતમાં પ્રથમ આયોજન હતું. આ કેંમ્પનો મુખ્ય ઉદેશ લોકો ને હઠિલા રોગોની નિ:શુલ્ક સારવાર અને દવા મળી રહે તે હતો જે લોકોનો ઉત્સાહ જોઇને એક સફળ કેમ્પ થયાનો સંતોષ થયો હતો.