પૃથ્વી ઉપર તમામ જીવ મુસાફરી કરવા આવે છે. મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે. ત્યારે જેને તરસ લાગે છે ત્યારે બોલી શકતા નથી, જેને ભૂખ લાગે છે ત્યારે કોઈને કહી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે ત્યારે કોઈ પાસે પણ દુઃખ વર્ણવતા નથી એવા અબોલ પક્ષીઓ-પશુઓ અને ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો ? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વર સ્વરૂપ નથી ? તો તેમની પૂજા પ્રથમ શા માટે ના કરવી ? ગંગા કાંઠે કૂવો ખોદવા શા માટે જવું ? એવી “શિવજ્ઞાન” થી જીવસેવાની વિચારધારાના પંથે હરિ ૐ સંદેશ અવિરત પરોપકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આજ રોજ મારા પરમ હિતેચ્છુ એવા મારા મિત્ર શૈલેષના પિતા કે જેઓ પૃથ્વીની મુસાફરી પૂરી કરીને જતા રહ્યા છે એનો એક માસ થયો હોય પ્રથમ માસિક તિથિ હોય ત્યારે પક્ષીઓને ચણ અને ગાયને ઘાસચારો, પક્ષીઓ માટે ફીડર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.
#ngofatafatnews #surat_ngo_news