*જન્મદિવસ નિમિત્તે ડોક્ટર દ્વારા એક લાખ ગૌમાતા માટે લમ્પી વાયરસ ડોઝની દવાનું કરાયું વિતરણ*
કોરોના સમયગાળા દરમિયાન માનવ જીવન માટે જ્યારે ભગવાન સ્વરૂપે ડોક્ટરો મહેનત કરી રહ્યા હતા. ત્યારે જેમણે OPD સેવા ફ્રી કરી તેમજ 15 દિવસ સુધી સૌરાષ્ટ્રની ધરા પર જઈ વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડી હતી એવા સુરત શહેરનાં નામાંકીત ડોક્ટર ડો. શૈલેષ ભાયાણી દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇ હતી.
જેમાં હાલ પશુઓમાં ખાસ કરીને ગૌમાતામાં લમ્પી નામનો જીવલેણ રોગ ગાયોનો ભરડો લઈ રહ્યો છે. ત્યારે એમના દ્વારા પત્ની હેતલબેન ભાયાણી સાથે મળીને હોમિયોપેથીક દવા બનાવીને સૌરાષ્ટ્ર, રાજસ્થાન સહિત ગુજરાતનાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં એક લાખથી વધુ ડોઝનું વિતરણ કરાયું હતું. તેમજ તેમના દ્વારા જન્મદિવસની વહેલી સવારે ગાયો માટે 400 કિલો લાપસી બનાવીને લાડવી ગામે ચાલતી ગૌશાળામાં ગાયમાતાને લાપસી ખવડાવી સેવા પૂરી પડાઈ હતી.
સાથે સાથે દર્દીનારાયણ, હોસ્પીટલ સ્ટાફ તેમજ મિત્રમંડળમાં ભેટ સ્વરૂપે આરોગ્યલક્ષી ગિફ્ટ અર્પણ કરાઇ હતી. એટલું જ નહિ રાત્રી દરમિયાન સંઘર્ષના સાથી અને સેવાભાવી મિત્રો દ્રારા ભજનસંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મિત્રો અને પરિવારના સભ્યો એ ભાગ લીધો હતો.