Jan Jagruti work Seva Social Work Surat news

વરાછા ના નવદંપતી એ કરાવી વડીલો ને વિનામુલ્યે તીર્થયાત્રા.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 13/03/2022 ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવી,

પ્રવીણભાઈ કરશનભાઇ માંગુકિયા ના પુત્ર હરિકૃષ્ણ અને પ્રિયંકા તેમજ સુપુત્રી કૃપા અને જેમિશ કુમાર ના શુભ લગ્ન 25/02/2022 ના રોજ લગ્નગ્રંથિ થી જોડાયા હતા, એ વેળાએ પોતાના દીકરી અને દીકરા ના લગ્ન પ્રસંગ ના દિવસે વડીલ સેવા નો સંકલ્પ કરીને યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા 60 વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય આપેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા ને સવારે 08:00 કલાકે સિદ્ધકુટિર મંદિર થી પ્રસ્થાન કરાવી હતી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,પરેશ ધામેલીયા,જીજ્ઞેશ ઢોલા,વિપુલ નસીત,કેનીલ લીંબાણી, હિતેશ વેકરીયા, જતીન ગાંગાણી, ભાવેશ કપોપરા, રમેશ ગાબાણી, ના સથવારે યાત્રા સવારે મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર થી ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે ટીમ્બા ગામે મુકતાબા બલર ફાર્મ હાઉસમાં જમણવાર બાદ બપોર પછી વડીલો સાથે પારિવારિક સંવેદના ગોષ્ઠિ પછી સાંજે સાકરી સ્વામિનારાયણ મંદિર ની આરતી મહાપ્રસાદ અને સત્સંગનો લાભ લઇ રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી, પ્રવીણભાઈ માંગુકિયા પરિવાર ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન અને દરેક યુવાનો માટે પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે બંને નવદંપતીઓ પર આશીર્વાદ વરસાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *