વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા મોટા વરાછા હિમાયા હોસ્પિટલ ખાતે ફ્રી મહિલા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંત, કમર, સ્કિન, ફિઝિયોથેરાપી, ફિઝિશયન,તેમજ સ્ત્રી રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ખુબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો,
આ કાર્યક્રમમાં સુરત શહેરમાં જન પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા મહિલા જનપ્રતિનિધિ શ્રીમતિ દર્શિનીબેન કોઠીયા, ઈનરવ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ ના પ્રેસિડેન્ટ શ્રીમતિ જયશ્રીબેન ભાલાળા,શ્રીમતી કોકિલાબેન નવાપરા,શ્રી મતિ દિવ્યાબેન, કાજલબેન ઢોલા, રેખાબેન લીંબાણી,હેતલબેન જીવાણી, હેતલબેન ગોળકીયા, મિતાલીબેન કાકડીયા,કોમલબેન ધોળા, અસ્મિતાબેન કુકડીયા,ડૉ તૃપ્તિબેન પટેલ, ડૉ વૈભવીબેન સુતરીયા, ડૉ પાયલબેન પટેલ, ડૉ રિંકલબેન ઢાકેચા સહિત સૌ નારી શક્તિ પણ ઉપસ્થિત રહ્યા હતા, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ટીમ દ્વારા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં વડીલ વંદના (વડીલ યાત્રા) કાર્યક્રમ, કોરોના વેવ 2 દરમ્યાન સૌ પ્રથમ આઇસોલેશન સેન્ટર,રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ,ગૌસેવા,
કરિયાણા કીટ વિતરણ, સાઇબર ક્રાઇમ અવર્નેસ, ફ્રી મેડિકલ કેમ્પ, જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.