બાળપણમાં ગામની જે શાળામાં શિક્ષણ લીધું, કોરોનાકાળમાં એ જ શાળામાં ડોક્ટરે સેવા આપી.
વતનની વ્હારે અભિયાનમાં જોડાયેલા સુરત સેવા સંસ્થાનાં યોદ્ધાઓ જ્યારે સેવામાં કાર્યરત હતા ત્યારે અનેક પ્રકારના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાના વતન અને ગ્રામજનોને મળીને અતૂટ લાગણીશીલ ડો. ચેતનભાઈ વાઘાણી દ્વારા પોતે બાળપણમાં જ્યાં અભ્યાસ કરતા હતા એ જ શાળામાં ગ્રામજનોને બોલાવીને – તપાસીને સેવા કરાઇ હતી. આ સમયે ડોક્ટર એમનાં બાળપણને યાદ કરી ભાવુક થયાં હતાં.
તેમજ તેમણે ઉત્સાહપૂર્વક ગર્વ સાથે એમના ગામ વિશે તમામ માહિતી આપી કે, દર વર્ષે 15 મી ઓગસ્ટે એમના ઘરના વડીલના હાથે આ શાળામાં ભણતા બાળકોને પુસ્તકો, ભણવા માટેની બેગ, કંપાસ અને સ્ટેશનરી તેમજ શાળામાં જરૂરી જણાતી વસ્તુઓ પુરી પડાઇ રહી છે. આવા સેવાભાવી વિચારો અને સેવાકીય કાર્યથી જ માણસની ઓળખાણ બનતી હોય છે. ગામ નાનું હોવા છતાં તેના શિક્ષણથી અનોખા સંસ્કાર સાથેનું સિંચન અહીં ઘડાયું હોય તેવું કાર્ય આ ડોક્ટર તબીબી દ્વારા થઈ રહ્યું છે
. ખરેખર સાચા અર્થમાં ડોકટર ગામ માટે શું કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં તેમના દ્વારા અપાયું છે. આ સમગ્ર ઘટનાનાં સાક્ષી ડો. શૈલેષભાઈ ભાયાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. રમેશભાઈ નકુમની સાથે સાથે મારુતિ વીર જવાન ટ્રસ્ટના સભ્યો કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયા, વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ રહ્યા હતા.