*મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું*
મારુતિ વીર જવાન ટ્રસ્ટ એટલે શહીદો માટે તન મન અને ધનથી સંકલ્પીત અને કટિબદ્ધ સંસ્થાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય સંસ્થા.બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મેમદપુર ગામનાં જસવંતસિંહ રાઠોડ તાજેતરમાં જમ્મુ કાશ્મીર મુકામે શહીદ થયા, આજરોજ સંસ્થાનાં ટ્રસ્ટી મનોજભાઈ પ્રજાપતિ (સરગમ બિલ્ડર) મારુતિ વીર જવાન ટ્રસ્ટ, સુરત વતીથી શહીદવીરનાં પરિવારને મળી તેઓને શહીદ જસવંતસિંહ રાઠોડ શોર્ય સન્માનપત્ર અર્પણ કરી સાંત્વના પાઠવી હતી.