યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ કોવીડ આઇસોલેશન સેન્ટરમાં આ માજી કાંતુ બેન વીરજીભાઈ બોરડ આવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 45 હતું,
તેઓ સૌરાષ્ટ્ર ના કાંતુબેન વીરજીભાઈ બોરડ
ગામ :- બંધારડા
તાલુકો :- ગીર ગઢડા
જિલ્લો :- ગીર સોમનાથ થી ભાડા ની ગાડી મારફતે અંકિત બુટાણી નો કોન્ટેક્ટ કરીને ડાયરેક નાના વરાછા-આઇસોલેશન સેન્ટર પહોંચ્યા હતા,
તેઓને વેન્ટિલેટર ની જરૂરિયાત હતી પરંતુ વેન્ટિલેટર તાત્કાલિક મળવું પોસિબલ ન હતું તેઓએ સંસ્થા ને ટૂંક સમય સારવાર આપવા માટે વિનંતી કરી હતી,
અને આઇસોલેશન વોર્ડ ખાતે આપણે આપણા રિસ્ક ઉપર માજી ને એડમિટ કરેલા અને ઓક્સિજન આપીને પ્રાથમિક સારવાર ચાલુ કરેલી અને માજી 24 કલાક માં રિકવરી દેખાતા તેઓને સંપૂર્ણ સારવાર આઇસોલેશન વોર્ડમાં જ કરવામાં આવી,
તારીખ 28/04 થી 10/05 સુધી 13 દિવસની સારવાર લીધા
બાદ ગઈકાલે માજીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું ત્યારે તેઓ પણ ભાવુક થઈ પડયા હતા અને સંસ્થાના યુવાનોનો હૃદયસહ આભાર વ્યક્ત કર્યો હતો ,
પ્રમુખ અંકિત બુટાણી સાથે વાત કરતા તેઓ એ કહ્યું કે અમે જયારે પણ સેન્ટર માં માજી ના બેડ પાસે થી નીકળે ત્યારે માજી હાથ જોડીને જાણે ભગવાન હોય એમ નમન કરતા, અને એક જ વાત કહેતા કે આના કારણે જ હું જીવું છું તમે જ મારો જીવ બચાવ્યો છે,
અને માજી અમોને ખુબજ આશીર્વાદ આપતાં, અને વડીલોના આશિર્વાદ અમને કામ કરવાની શક્તિ અને મનોબળ પૂરું પાડે છે,