સમસ્ત સાચપરા પરિવાર સુરત દ્વારા કોરોનાની બીજી વેવમાં મૃત્યુ પામેલા સભ્યોને સામુહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.
કોરોનાની બીજી વેવ દેશની જેમ જ સાચપરા પરિવાર માટે પણ ઘાતક નિવડી હતી. આ વેવમાં સાચપરા પરિવારનાં એકસાથે 25 સભ્યોનાં દુઃખદ અવસાન થયા હતા. કોરોના મહામારી ને કારણે પરીવારજનોને એકબીજાને મળી શક્યા નોહતા, દરેક પરીવારજનો એકબીજાને મળી પોતાનું દુ:ખ હળવુ કરી શકે એવી ભાવનાથી તેમજ સ્વર્ગસ્થ સભ્યોને શ્રધ્ધાંજલી આપવા સમસ્ત સાચપરા પરીવાર-સુરત દ્વારા પરિવાર પ્રાર્થના અને ઓનલાઈન ઝૂમ મિટિંગ દ્વારા સામુહિક શ્રધ્ધાંજલી યોજાઈ હતી. જેમાં દીપ પ્રવચન યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસનાં મનહરભાઈ દ્વારા, શ્રદ્ધાંજલિ ચંદન હાર પ્રવચન પ્રમુખ છગનભાઈ બુધેલ દ્વારા જ્યારે મંત્રી વલ્લભભાઈ ટીમ્બી અને વિપુલ સાચપરા દ્વારા શ્રદ્ધાંજલિ પુષ્પ પ્રવચન કરાયું હતું, પ્રાર્થના અંજલિ અને ભાવાંજલી ગીત વી.આર. ઈવેન્ટ્સ વાળા વૈશાલીબેન ગોહિલ દ્વારા અને સમસ્ત પરિવારે મૌન પ્રાર્થના દ્વારા સ્વર્ગસ્થ પરિવારજનોને સાંત્વના આપવાનો પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમમાં દેશથી માંડીને વિદેશ સ્થિત સભ્યો જોડાયા હતા. સમગ્ર મિટિંગનું સંચાલન મહેશભાઈ બુધેલ દ્વારા થયું હતું.