*વર્તમાનયુગમાં હનુમાનજીની ગાથાને સાકાર કરતા મહેશભાઈ સવાણી દ્વારા સૌરાષ્ટ્રથી શહેરો તરફ આવતા દર્દીનારાયણને પ્રાણવાયુ પૂરો પડાયો.*
दुर्गम काज जगत के जेते।
सुगम अनुग्रह तुम्हरे तेते।।
હનુમાનજી એ કરેલ કાર્યથી સૌ કોઈ લોકો વાકેફ છે. સંકટમોચન હનુમાનજી મહારાજની જન્મજયંતિનાં આજના પાવન દિવસે આજનાં આધુનિક યુગમાં તેવું જ કામ સેવા સંસ્થાનાં કર્તાહર્તા મહેશભાઈ સવાણી દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે આખું વિશ્વ કોરોનાની મહામારીમાં મુશ્કેલીમાં મુકાયું છે. ત્યારે આપણાં દેશનાં નાગરિકો ઈન્જેક્શન, ઓકસીજન જેવી મહામુસીબતોનો સામનો કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં હજારો દીકરીઓનાં પિતા અને દાનવીર ભામાશા તેમજ સમાજસેવા માટે જેમણે ભેખ ધારણ કર્યો છે એવા વ્યક્તિત્વએ આ ઘડીએ જેવી રીતે હનુમાનજીએ રામાયણમાં જડીબુટ્ટીઓની વ્યવસ્થા કરી એવી જ રીતે લોકોનાં જીવ બચાવવા માટે પ્રાણવાયુ ગણાતા ઓકસીજનની વ્યવસ્થા કરી. સૌરાષ્ટ્રના ગામડાઓનાં દર્દીઓને શહેરમાં સારી વ્યવસ્થા મળી રહે તે માટે રસ્તામાં આવતી મુશ્કેલીઓમાં જે દર્દીઓને ઓકસીજન ની જરૂર છે તેવા દર્દીઓ માટે મધરસ્તે વિનામૂલ્યે ઓક્ઝિજનની બોટલ પુરી પાડી એક અનોખી સમયાનુસાર વ્યવસ્થા તેમના દ્વારા ઉભી કરવામાં આવી છે. આ સમયમાં શહેર રાજ્ય અથવા દેશને આવી વ્યક્તિઓ મળે તો ભગવાન તુલ્ય ગણી શકાય. જે કાર્ય માટે વહીવટી તંત્ર માત્ર વિચારતી જ રહી તે માત્ર કલાકોના સમયમાં સેવા સંસ્થાનાં માધ્યમથી મહેશભાઈ સવાણીએ કરી બતાવ્યું છે. આવી કેટલીય ઘટનાઓ છે જેમાં એમનું અતૂટ સહયોગ રહ્યો છે. કોરોના કાળ નાં સમયમાં તમામ પ્રકારની સેવાઓમાં વિશેષ પ્રકારનું યોગદાન એમના દ્વારા અપાયેલ છે. તે અનાજ કરિયાણા કીટ વિતરણ હોય કે પછી સેવાકીય સંસ્થાઓને વસ્તુ કે આર્થિક જરૂરિયાત હોય કે પછી સૌરાષ્ટ્રવાસીઓને ગામડે જવાની વ્યવસ્થા હોય આવી તો કેટલીય સેવાકીય પ્રવૃત્તિઓ એમના દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં સુરત શહેરને 13 થી વધુ વિસ્તાર વાઈઝ આઈસોલેશન સેન્ટર (સેવાસાથી સેમી હોસ્પિટલ) નું વિશિષ્ઠ પ્રકારે શરૂ કરીને હજારો દર્દીઓને અનોખી સેવા પૂરી પાડી છે. જેમાં સેવા સંસ્થાનાં સૈનિકો રાત દિવસ પોતાના જીવની પરવા કર્યા વગર સેવા કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પણ તેમજ શહેરની 50 થી વધારે સંસ્થાઓ એકમેકની સાથે થઈને માત્ર ને માત્ર માનવજીવન બચાવવા માટે પ્રયત્નશીલ થઈ ઉમદા કાર્ય કરી રહ્યા છે. આ તમામ વ્યક્તિઓ હનુમાનજી જેવું દ્રઢ મનોબળ અને સંકટમોચન બનીને દર્દીનારાયણ ની સેવા કરવાની ઉત્તમ તકને ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે. આ સેવામાં સહભાગી થતા તમામ દાતાઓ, સ્વયંસેવકો, વહીવટીતંત્રના કાર્યકર્તાઓ તેમજ સુરત શહેરનાં નાગરિકો ઈશ્વરીય શક્તિ દ્વારા આ મહામારીમાંથી સત્વરે મુક્ત થાય અને ફરી રોજિંદા જીવનમાં આગળ વધે એવી હનુમંતનાં ચરણોમાં પ્રાર્થના છે.