Social Work

કતારગામ સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેના બેડ શરૂ કરાયા.

કતારગામ સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેના બેડ શરૂ કરાયા

— જેમના ઘર પર હોમ આઇસોલેશન થઇ શકે તેવી સગવડ ન હોય તેવા દર્દીઓ તેમજ હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ લાભ લઇ શકશે.

સુરત : કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યાં છે. ઘરના એક સભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર સમસ્ત પાટીદાર સમાજ આ કોરોનાની મહામારી સામે લડવા આગળ આવ્યો છે. આ કોરોનાની મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી વ્યવસ્થા હોય તો એ આઇસોલેશન વોર્ડની છે. ત્યારે કોરોના દર્દીને મદદ કરવાના હેતુથી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ-વેડરોડ મેડીકલ એસોસિએશન ના સહયોગથી 54 બેડનું કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં શરૂ કરવામાં આવ્યું છે.
મંગળવારે સવારે 10 કલાકે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉપપ્રમુખ કાળુભાઈ ભીમનાથ ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી અને સમાજના અન્ય અગ્રણી, તેમજ તમામ સમિતિના વ્યસ્થાપક ની અધ્યક્ષતામાં આ વોર્ડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓ તથા હોસ્પિટલ માંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓને આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે.
આ આઇશોલેશન વોર્ડમાં દર્દીની તપાસ માટે કન્સલ્ટન્ટ 15 ડોક્ટરની ટીમ તેમજ વિઝીટર 15 ડોક્ટરો સાથે કુલ 30 તજજ્ઞ ડોક્ટરોની ટીમ સેવા આપી દર્દીઓને દવા પણ પુરી પાડવામાં આવશે. સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ આપવામાં આવશે. આ તમામ સુવિધાઓ વિના મુલ્યે પૂરી પાડવામાં આવશે. આપના આ આઇસોલેશન સેન્ટર પર કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ, નર્સિંગ સ્ટાફ, કોવિડ રિપોર્ટ, કોરોના રસીકરણ કેન્દ્ર તથા દર્દીને જમવા સાથેની અનેક સુવિધા સાથેનું કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત કોરોના ના દર્દીઓ તણાવમુક્ત થાય તે માટે રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો યોજી અને એલઇડી સ્કીન દ્વારા મોટીવેટ કરવામાં આવશે.

More news: www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *