Seva Social Work Surat news

સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયું.

સેવાનું થયું સન્માન: લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા કન્યા છાત્રાલયનું લોકાર્પણ સામાજીક કામમાં સક્રિય સુરતના યુવા સભ્યો દ્વારા થયુ.

સેવાકીય અથવા સામાજીક કાર્યમાં કોઈ આર્થિક સહયોગ આપે ત્યારે એનું નામ કે નોંધ લેવાય એની અપેક્ષા હોય છે. પરંતુ નામ ને નહીં પણ કામ ને મહત્વ આપતા એક દુર્લભ વ્યક્તિ છે સુરતના ઉદ્યોગપતિ કેશુભાઈ ગોટી. કોઈપણ પ્રકારનાં નામની અપેક્ષા વગર વિનોબા ભાવેજીના સર્વોદયી વિચારોથી પ્રેરિત થઈને કેશુભાઇ ગોટી રાજ્ય અને દેશભરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એમના બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય એ હેતુથી 309 સરસ્વતી ભવનો ઉભા કરી રહ્યા છે. એક ભવનનો ખર્ચ લગભગ 60 થી 70 લાખનો થાય છે. જેમાં 50% આર્થિક યોગદાન તેઓ આપે છે છતાંય કોઈપણ જગ્યાએ પોતાનું નામ લખાવતા નથી.

તેની જગ્યાએ બીજા સહયોગી દાતા જે 50% આર્થિક યોગદાન આપે એમનું નામ લગાવડાવે છે. કેશુભાઈ ગોટી જે કાર્ય કરી રહ્યા છે એનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. આ આશ્રમ શાળાઓ થકી અંતરીયાળ વિસ્તારનાં બાળકોનો શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસ થાય તેવા ઉમદા ભાવ સાથે આ ભગીરથ કાર્ય એમના દ્વારા થઇ રહયું છે. દરેક સરસ્વતી ભવનોની નિર્માણ વ્યવસ્થા કર્મયોગી પરિવાર સંભાળે છે. કોઈપણ ભવન હોય કે આરોગ્ય- શૈક્ષણિક સંકુલ હોય સામાન્યતઃ એનું ઉદ્ઘાટન એવા સભ્યો દ્વારા થતું હોય છે જેમાં એનું આર્થિક યોગદાન હોય. પરંતુ તે પૈકી 150 માં ભવનનો લોકાર્પણ સમારોહ જે મું.રજાયતા જી.પંચમહાલ ખાતે યોજાયો હતો એનું લોકાર્પણ અનોખું, અનોઠું અને વિશેષ એટલે હતું કે કેશુભાઈ ગોટી સિવાયના ભવનમાં અન્ય 50 % ખર્ચ આપનાર સભ્યે પણ પોતાનું નામ ના રાખતા આ ભવનનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય રખાયું હતું અને એનું લોકાર્પણ સરદારધામ સુરત ટિમના સભ્યો દ્વારા થયું હતું.

આ ટિમ દ્વારા થઈ રહેલા સામાજીક કાર્યોની યોગ્ય નોંધ લઇને એમને આ લોકાર્પણ કરવાનો લાભ અપાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ (શિક્ષણ અને આદિવાસી કલ્યાણ મંત્રી ગુજરાત સરકાર), ધારાસભ્યશ્રી, વિવિધ સમિતિ- બોર્ડ ચેરમેનશ્રી, જીલ્લા, તાલુકા હોદ્દેદારો- આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ માણિયા દ્વારા થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *