Social Work

SMC અને મારુતિ વીર જવાન યુવા ટીમનાં સહયોગથી પ્રથમ દિવસે 700 કોરોના વેકસીન વિનામૂલ્યે અપાય.

SMC અને મારુતિ વીર જવાન યુવા ટીમનાં સહયોગથી પ્રથમ દિવસે 700 કોરોના વેકસીન વિનામૂલ્યે અપાય

સુરત મહાનગર પાલિકા અને મારુતિ વીર જવાન યુવા ટીમનાં સહયોગથી કોરોના વાયરસ સામે રક્ષણાત્મક ફ્રી કોરોના વેકસીન કેન્દ્રનો શુભારંભ સરથાણા કોમ્યુનિટી સેન્ટર ખાતે શરૂ થયો, જેમાં પ્રથમ દિવસે જ 700 થી વધારે 45 વર્ષથી ઉપરનાં લોકોને વેકસીન અપાય હતી. આ કાર્ય ખરેખર સરાહનીય છે જ્યારે લોકો અવનવી વાતોમાં આવી રસીને અવગણી રહ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા લોકોને જાગૃત કરી વિશ્વાસનું પ્રતિપાદન કરી જ્યાં સુધી સરકારી તંત્ર દ્વારા સહયોગ પૂરો મળી રહેશે ત્યાં સુધી આ કાર્ય શરૂ રાખવામાં આવશે, SMC કમિશ્નરશ્રી બંછાનિધિ પાની એ આ સેન્ટરની મુલાકાત લઈ કાર્ય વ્યવસ્થા જોઈને દંભ રહી ગયા હતા, સાથે ડેપ્યુટી કલેક્ટરશ્રી બોરડ સાહેબ એ મુલાકાત લઈ જણાવ્યું હતું કે સુરત શહેરનાં હેલ્થ સેન્ટરોમાં પણ આટલી મોટી સંખ્યામાં વેકસીન મુકાવવા માટે જનસંખ્યા જોવા નથી મળતી ત્યારે અહીં લોકોએ વિશ્વાસ મૂકી લાઈનો લગાવી હતી જે નોંધનીય છે સાથે આ સ્થળે અન્ય સામાજીક સંસ્થાઓ અને વિસ્તારની આજુબાજુની સોસાયટીનાં હોદ્દેદારો સાથે મિટિંગ કરી ડેપ્યુટી કલેક્ટરશ્રી બોરડ સાહેબ દ્વારા મહત્વની માહિતી અપાય હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *