Jan Jagruti work Social Work Surat news

સુરતમાં પ્રથમ વખત SPPL સરદાર પટેલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે. 500 થી વધુ ખેલાડીઓનું થયું લાઈવ ઓકશન..

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ દ્વારા સૌ પ્રથમ વખત સુરતમાં વસતા પાટીદાર યુવાનોને ક્રિકેટની રમતનાં માધ્યમથી એમનામાં રહેલા કૌશલ્ય અને પ્રતિભાનો પરિચય કરાવી એમને યોગ્ય પ્લેટફોર્મ મળે તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ન ફક્ત તેમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો સર્વાંગી વિકાસ થાય પરંતુ યુવાનો એકબીજાની વધુ નજીક આવી એકતાના માધ્યમથી જીવનમાં વધુ આગળ વધી શકે. આ ઉપરાંત વ્યસનોથી દૂર રહી રમત દ્વારા પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી બીજાને પ્રેરણાદાયી બની શકે એવા ઉમદા વિચારથી સરદાર પટેલ પ્રિમિયર લીગ SSPL નું આયોજન થવા જઈ રહ્યું છે.

વર્ષ 2022 ની SPPLની પ્રથમ સિઝન માટે લાઈવ ઓક્શનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અલગ અલગ 12 ટીમ ના સ્પોન્સર દ્વારા ઉત્સાહપૂર્વક હરાજીમાં ભાગ લઈને અલગ અલગ પાટીદાર ખેલાડીની હરાજી કરવામા આવી હતી. આ હરાજી થયેલા પાટીદાર ખેલાડીની ટીમ બનાવીને આગામી સમયમાં SPPL ટુર્નામેન્ટનુ આયોજન થશે.

સરદાર પટેલ પ્રીમિયર લીગનું આયોજન પાટીદાર સમાજ ના યુવાનો વિશાલ કાથરોટીયા, જતીન પટેલ અને મુકેશ હરખાણી દ્વારા કરવામા આવ્યું છે, ઓક્શન પ્રક્રિયા કેપિટલ લોન્સ, મોટા વરાછા ખાતે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *