સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ- સુરત દ્વારા ભવ્ય રીતે યોજાયો આઝાદીનો અમૃત મહોત્સવ.
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા ભવ્ય રીતે આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ હતી. આંબા તલાવડી સ્થિત સમગ્ર વાડી ને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. સ્વતંત્ર દિવસ નિમિત્તે પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા દ્વારા ધ્વજવંદન થયું હતું સાથે પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ભૂતપૂર્વ શિક્ષણમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, બાબુભાઈ ગુજરાતી, સુરેશભાઈ પટેલ અને સંસ્થાના હોદ્દેદારોશ્રીઓ, સમાજશ્રેષ્ઠી, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ગુજરાતનાં સૌપ્રથમ મહિલા NSG કમાન્ડો નયનાબેન ધાનાણી અને એમના જીવનસાથી નિકુંજભાઈ અજુડિયા જેઓ એરફોર્સમાં જોડાયેલા છે તેઓ હતા. ધ્વજવંદન બાદ રામકૃષ્ણ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં નયનાબેન ધાનાણી દ્વારા NSG કમાન્ડો શું હોય, કેવી એની તાલીમ હોય અને કંઈ રીતે બની શકાય એની માહિતી અપાઈ હતી. 1000 થી વધુ શ્રોતાગણો વચ્ચે 4 સ્કુલનાં બાળકો દ્વારા ખૂબ સુંદર અને સરસ કૃતિઓ રજૂ કરાઇ હતી જેને સહુએ તાળીઓ થી વધાવી લીધી હતી. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ કૃતિ રજૂ કરતા બાળકો ને 5100- 5100 રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા હતા સાથે સાથે સમાજની વાડી ના કર્મયોગી મિત્રો ને 1100-1100 રૂપિયા આપ્યા હતા. આ કાર્યક્રમ ની સહયોગી સંસ્થા સરદારધામ સુરત, સુરત ડાયમંડ એસોસિએશન, ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, યોગી પ્રવૃત્તિ વિદ્યાલય, અંકુર વિદ્યાલય, રાદડિયા વિદ્યાલય, બ્રિલિયન્ટ વિદ્યાલય, કતારગામ વેડરોડ મેડિકલ એસોસિએશન હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંજયભાઈ ડુંગરાણી અને અભિનભાઈ કળથીયા દ્વારા થયું હતું.