વિધવા પરિવાર પર આવી પડેલ દવાખાના ની વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રસેવાની સાથે સાથે સમાજ સેવા કરતા નિલેશ ઘેવરિયા
તાજેતરમાં મમતાબેન જી. નાકરાણી ને હૃદયરોગ બીમારી ને કારણે કીરણ હોસ્પીટલ, કતારગામ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, તેઓની તપાસ કરતાં ડૉ. વિશાલ વાનાણી અને ડૉ. આલોક રંજન દ્વારા હદયનાં ઘબકરા વધઘટ નો પ્રોબ્લમ જણાતા તેઓને પ્રેસ મેકર્ (AICD) મશીન બેસાડવું જરૂરી હતું પરંતુ તો મશીન ખર્ચ ને પહોંચી વળાય તેવી પરિસ્થિતિ નોહતી, દર્દીના પિતાનું થોડા ટાઈમ પહેલા અવસાન થયું હોવાથી વિધવા માતા સાથે નાનુ મોટું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ હોસ્પિટલ યોજના કાઉન્ટર પર સમીરભાઈ દ્વારા રાષ્ટ્ર સેવાની સાથે સાથે સમાજ સેવા કરતા એવાં નિલેશ ઘેવરિયા નો સંપર્ક થયો નિલેશભાઈ એ તુરંત જ ડૉ. હેતલ નો સંપર્ક કરી આ કેસની તમામ હકીકત જાણી ને મમતાબેન અને તેઓના પરિવાર ના જરૂરી ડોક્યુમેન્ટ લઈને બોલાવતા દર્દી નું નામ રેશન કાર્ડમાં ન હોવાથી નિલેશભાઈ ઘેવરિયા અને ભાવેશભાઇ ઠુમ્મર સાથે જઈને તુરંત રેશનકાર્ડમાં નામ ઉમેરી ને તેઓના પરિવાર ના મોભી એવાં માતા નાં નામનો આવક નો દાખલો કરવી ને તેઓએ અને મમતાબેન ને એમ્બ્યુલન્સ મારફતે માં વાત્સલ્ય યોજનાં નાં કાર્ડ માટે લઈ જઈને એકજ દિવસમા માં વાત્સલ્ય યોજનાં નું કાર્ડ કઢાવી ને એક સમાજ સેવાનું ઉત્કર્ષ ઉદાહરણ પૂરું પાડયું હતું.