સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ જેનાં સુરત કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં GPSC-UPSC સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર, GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન, દીકરી દત્તક યોજનાનો સમાવેશ થાય છે, જે પૈકી ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO) એટલે સરદારધામ સંસ્થા દ્વારા યુવાઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને થતી અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ છે જે અંતર્ગત સુરત ખાતે ટીમ GPBO ની ત્રણ વીંગ કાર્યરત છે. જેના દ્વારા વર્તમાન સમયની તાતી જરૂરીયાત
મોટિવેશનલ કાર્યક્રમ જેમાં સફળ ઉદ્યોગપતિઓને બોલાવી યુવાનો માર્ગદર્શન મેળવે છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ હીરાઉધોગનાં અગ્રણી અને સામાજીક કાર્યોમાં હંમેશા અગ્રેસર એવા શ્રી કેશુભાઈ ગોટી (ગ્લો સ્ટાર-સુરત) દ્વારા ધ્વજવંદન થયું હતું. ત્યારબાદ GPBO ની સફાયર વિંગમાં યુવાનોને માર્ગદર્શન અપાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કેશુભાઈ ગોટી એ જીવનમાં બિઝનેસ, પરિવાર અને સેવાકીય કાર્યમાં કઈ રીતે સંતુલન રાખવું એ વિશે ખુબજ સરસ રીતે માહિતી આપીને પોતાના અનુભવો શેર કર્યા હતા. કોઈ પુસ્તકમાં જાણવા ના મળે એટલું જ્ઞાન, માહિતી અને કોઠાસૂઝથી એમણે એમના જીવનની વાસ્તવિક વાત કરીને યુવાનોને મોટીવેટ કર્યા હતા. એમણે સાહસિક વૃત્તિ, ચોક્સાઈ ગણતરીપૂર્વકના કામથી બિઝનેસને ક્યાં અને કેટલું મહત્વ આપવું અને ખરા સમયે પરિવારને મદદ કરવા વિશે વિસ્તૃતપૂર્વક વાત કરી જણાવ્યું હતું કે જીવનમાં બીજાની કોપી કરવી નહીં. વ્યક્તિગત ઓળખ ઉભી કરવી અને હરીફાઈ કરવી તો પોતાની કરવી. સમય સાથે બદલાવ રાખી નૈતિકતાપુર્વક કામ કરવાથી એક દિવસ તમે ચોક્કસ સફળ બની શકશો. ત્યારબાદ પ્રશ્નોતરી કાર્યક્રમમાં યુવાનો દ્વારા પૂછાયેલા પ્રશ્નોનાં જવાબો ખુબ સચોટ ને સારી રીતે સમજાવીને આપ્યા હતા.
#SURAT_GPBO #SURAT_news