Educational help Jan Jagruti work Seva Social Work

સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અનોખી સેવા.

*સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની* શરૂઆત ૨૦૧૩-૨૦૧૪ માં ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો જયારે આગામી વર્ષના ભણતરની ગોષ્ટી કરી રહયા હતાં કે હું આગામી વર્ષમાં આ ધોરણમાં આવીશ, તેવા સમયમાં ભણતરની અવિરત પ્રક્રિયાને આગળ ધપાવવા કેટલાક પરિવારના બાળકો જેમની પાસે નોટબુકના પણ પૈસા નહિ હોય તેવા પરિવારમાં માતા-પિતાની આ સમસ્યાને દુર કરવા ગરવી ગુજરાતના ડાયમંડ સીટી અને સિલ્ક સીટી ગણાતાં એવા સૂર્યપુર નગર એટલે કે સુરત શહેરની ધરતી પરથી વિજય જે.ઘેલાણી અને ૧૫ બાળકોથી આ સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત થઈ.

“સેવક’ “સેવક એટલે સેવા કરનાર – સેવાનો અર્થ સમજવા માટે આપણે બીજાને મદદરૂપ થવું પડે – માતા-પિતાની સેવા, ભોજનની સેવા, અનાજની સેવા, પૈસાની સેવા તેમજ આ બાળકોના અભ્યાસ અર્થે – ભણતરમાં ઉપયોગી બનતાં નોટબુક, પાઠયપુસ્તક, રબર, પેન્સીલ, કંપાસ, બોલપેન, કલર, ફુટપટ્ટી, સ્ટીકર, પુઠ્ઠા, નાસ્તાનો ડબ્બો, પાણીની બોટલ, સંચો, બેગ તથા રાઈટીંગ પેડ જેવી બધી જ વસ્તુની સેવા.

ખરેખર કેવી અદ્ભુત સેવા ! સતત આનંદ આવ્યા જ કરે, નાના ભુલકાઓ જયારે સમાજ નિર્માણ માટે પોતાનો અભ્યાસ આરંભ કરતા હોય ત્યારે તેને મદદરૂપ થવા માટેનું માધ્યમ બનવું એટલે જીવનનું સૌભાગ્ય છે. “સેવક ના આ વૃંદને ટ્રસ્ટના સ્વરૂપમાં સાકાર કરી,આ ભગીરથ કાર્ય ને અનેક લોકો સુધી પહોંચાડવા શરૂ થયેલી આ યાત્રા આજે ર૦રર માં ૨૫૦૦૦ થી વધુ વિધાર્થીઓને લાભ આપી રહી છે..

વિજય ઘેલાણી પ્રમુખશ્રી સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી જાહેર જનતાને એક સંદેશ આપવા ઈચ્છું છું.
અત્યારે જયારે સમયનું ચક્ર ઊંધું ચાલી રહયું છે અને ભયાનક અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, મોંઘવારીના રાક્ષસે જાણે એવી રીતે ભરડો લીધો છે, કે કોઈપણ ઘર એમાંથી બાકાત રહી શકયું નથી અને તેમાં પણ કોરોના કાળમાં નાના-મોટા સૌને માનસિક રીતે મુશ્કેલીમાં મૂકી જીવન જીવવા માટે ખુબ જ તકલીફમાં નાખી દીધા છે.
પરંતુ આવા કપરા કાળમાં પણ ધીરજ અને હિંમત જેવા સદગુણો દ્વારા જે માનવજીવન બચાવવા માટે લડત લડવામાં આવી તે પણ પ્રશંયનીય છે, અને એવા સમયે નાનામાં નાની બચત ગુજરાન ચલાવવા માટે ઉપયોગી બની એ વાતથી પણ આપણે સૌ પરિચિત છીએ. આપણે પણ આપણી આવકના ભાગમાંથી નાની બચત કરતા શીખશું, જેનાથી કોઈ ભયાનક આપતિમાં આપણે ગુજરાન વ્યવસ્થીત ચલાવી શકીએ. એજ રીતે આ વખતે સેવક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા કોવિડની પહેલી લહેરમાં ૫૫ દિવસ અન્નક્ષેત્ર 44 ચાલુ કરી ૨.૫૦ લાખ થી પણ વધારે લોકોને ભોજન અર્પણ કરવામાં આવીયું. ૨૫૦૦ થી વધારે અનાજની કીટનું વિતરણ કરવામાં આવીયું, કોવિડની બીજી લહેરમાં આઈસોલેશન (દવાખાનુ) ચાલુ કરી ર૦૦ થી પણ વધારે દર્દીઓને એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર સારા કરી ઘરે મોકલવામાં આવ્યા, આ કાર્યની અંદર ઘણાં બધા સમાજ સેવકો તથા કાર્યકર્તાઓએ સાથ-સહકાર આપ્યો તે બદલ તે સર્વોનો આભાર માનું છું. સાથે સાથે કોઈપણ મનુષ્ય કે પશુ પક્ષી કોઈપણ જગ્યા પર અન્ન-વસ્ત્રે દુ:ખી હોય તો અમે એમની સેવા કરવા માટે આજીવન તૈયાર છીએ, જે કોઈને જાણ થાય તો અમારી સંસ્થા સેવક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી આંગળી ચીંધ્યાનું પુણ્ય લેશો.
*સેવકનું સ્લોગન* યુવાનાનું રળેલું અને પરોઢિયાનુ દળેલું આપતિમાં કામ લાગે છે, આપણા પૂર્વજોને આ કહેવત પ્રમાણે ચાલો આજથી આપણે સારી અને સાચી સંસ્થાને યથાશકિત દાન અર્પણ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *