લોકડાઉનમાં 40 સભ્યોએ GPBO સુરત નેટવર્ક માધ્યમથી ઓનલાઈન જોડાઈને 18 લાખનો બિઝનેસ કરી રૂબી વિંગનું લોન્ચિંગ થયું.
કોરોના વાઇરસ વકરવાને પગલે લોકડાઉન અમલી બનતાં જ્યારે ઉદ્યોગ-ધંધા ઠપ થઈ ગયા હતા, વ્યાપાર ઉદ્યોગ બિઝનેસમાં જ્યારે નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું હતું ત્યારે આશાનું કિરણ બનીને GPBO સંગઠન આવ્યું, આ પ્લેટફોર્મનાં માધ્યમથી ગુજરાતભરમાં 15 જેટલી વિંગ અને મુંબઈમાં 1 વિંગ કાર્યરત છે. જેમાંથી માત્ર સુરતની વાત કરીયે તો સુરતની 3 વિંગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 કરોડ જેટલો બિઝનેસ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત ત્રણ વિંગ પૈકી ની રૂબી વિંગ જે છેલ્લા 15 સપ્તાહથી ઓપન ફોરમ માં ચાલતી હતી, જેમાં 40 સભ્યોએ ઓનલાઈન એકઠા થઈ 18 લાખનો બિઝનેસ કરી રૂબી વિંગનું લોન્ચિંગ થયું છે, આ પ્રસંગે સરદારધામ પ્રમુખ સેવકશ્રી ગગજીભાઈ સુતરિયા અને SGCCI પ્રમુખશ્રી દિનેશભાઈ નાવડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, વિંગના લોન્ચિંગ પ્રસંગે રૂબરૂ 60 સભ્યો અને વેબીનાર દ્વારા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ અમદાવાદ વડોદરા રાજકોટ તેમજ મહેસાણા થી સભ્યો જોડાયા હતા. વર્તમાન પરિસ્થતિમાં વૈશ્વિક સ્તરે જયારે ધંધા-રોજગાર ક્ષેત્રે મંદીનો મોહોલ છે ત્યારે અડગ મનના માનવીને જેમ હિમાલય પણ નડતો નથી તેમ સુરતી યુવાનોને કોરોનાનો કહેર પણ નડ્યો નથી. કોવીડ-19ના કપરાં કાળમાં પણ વેપાર-ધંધામાં નેટવર્કીગ દ્વારા પરસ્પર એકબીજાને ઉપયોગી થવાં જી.પી.બી.ઓ. (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન) સુરત ટીમ દ્વારા વધુ એક વીંગનું ઓનલાઈન લોન્ચીંગ કરવામાં આવ્યું. GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન) યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે સરદારધામની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃતિ છે. જેમાં 14,000 થી વધુ નાના-મધ્યમ બિઝનેસમેનના સંગઠન દ્વારા જુદા જુદા ઝોનમાં ટોટલ 15 વીંગ છે. તેમાં હાલ સુરતમાં જ તેની 3 વીંગ કાર્યરત છે. એમાં યશકલગી સમાન વધુ એક વીંગનુ લોન્ચીંગ કરીને વિકાસ તરફ જાણે વધુ એક સીડી મુકવામાં આવી છે, આ વેબીનારનો લાભ અલગ અલગ ઝોનના મોટી સંખ્યામાં બિઝનેસમેનએ લીધો હતો. આ ઉપરાંત આગામી સમયમાં સુરત ની હદ માં ભટાર વિસ્તાર માં પણ એક વિંગ તેમજ દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર, બારડોલી, નવસારી, અને વલસાડ-વાપી માં પણ GPBO ની વીંગો શરૂ થાય તે માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે જીપીબીઓ એક કલ્પવૃક્ષ છે, ટેક્નોલોજી, આઇડીયાલોજી અને માઇન્ડપાવરથી ગામથી લઈ વિશ્વ સુધીના નાના-મોટા-મધ્યમ ઉદ્યોગકારોને એક્તાથી સમૃધ્ધિ સુધી લઈ જવાનું અભિયાન છે. મુશ્કેલ સમયમાં આગળ આવીને નીડરતાથી સામનો કરો. કોઇપણ વેપાર કે ધંધાના સંકલન અને વિસ્તરણ માટે નિર્ભયતા અને હિંમત જરૂરી છે. યુવાનો દેશની આવતીકાલ છે યુવાનો માટે મારે મન ગર્વ છે.
જીપીબીઓ અને જીપીબીએસ એક સિક્કાની બે બાજુ છે. એક વર્ષ પછી GPBS 2022ની સમિટ જ્યારે સુરત ખાતે યોજાવાની છે ત્યારે એમણે આગોતરી સહુને એની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનાં મુખ્ય ચીફ ગેસ્ટ SGCCI પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ નાવડીયા એ વ્યાપાર ઉદ્યોગમાં જે નવીનતમ તકો છે એના વિશે યુવાનો ને માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું, એમણે વિશેષ જણાવ્યું હતું કે અત્યારનાં યુવાનો ખુબ ઇનોવેટિવ છે એમનામાં રહેલી સ્કિલ થી તેઓ સમય સાથે ચાલી બિઝનેસ ને ખુબ સારી રીતે ડેવલોપ કરી શકે છે, સુરતમાં IT ક્ષેત્રે ખુબ જ વિકાસની તકો છે સાથે હમણાં SITEX એક્ઝિબિશન થઈ રહ્યું છે સુરતનાં વ્યાપાર ઉદ્યોગો એ ખરેખર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વ નું કદમ બની રહ્યું છે, જે ઉત્પાદકતાની વૃદ્ધિ ની સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખુબ જ મદદરૂપ બની રહેશે, સુરત ઉદ્યોગોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રણી છે મેન પાવર થી સુસજ્જ એવા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવનારા દિવસો દરમિયાન ઉદ્યોગોમાં જંગી મૂડી રોકાણ થવા જઈ રહ્યું છે ત્યારે યુવાનોને આ સુનેહરી તકોને પોતાની સ્કિલ માધ્યમથી ઝડપી લેવા અપીલ કરી છે. અંતે સરદારધામ અંતર્ગત દર બે વર્ષે થતાં GPBS ના 2022 ના દક્ષિણ ગુજરાત કન્વીનર મનીષભાઈ કાપડિયાએ જણાવ્યુ હતું કે આગામી GPBS 2022 જે સુરતમાં થવા જનાર છે તેના સ્થાનની ઘોષણા આગામી સપ્તાહમાં જ કરવામાં આવશે.
છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો જે રીતે અન્ય સમાજ દ્વારા પણ આ પ્રકારની પ્રવૃતિઓ શરૂ થઈ છે તે જોઈને એવું કહી શકાય કે પ્રમુખસેવક ગગજીભાઈના શબ્દો મુજબ “સરદારધામ ની તમામ પ્રવૃતિઓ સર્વ સમાજને નવી રાહો ચિંધનારી બનશે” એનો જાણે સાક્ષાત્કાર થઈ રહ્યો છે.


