Social Work

સરદારધામ દ્વારા રાષ્ટ્રીય યુવાદીન નિમિત્તે એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું આયોજન થયું.

સરદારધામ દ્વારા રાષ્ટ્રીય યુવાદીન નિમિત્તે એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું આયોજન થયું.

આજે સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી તેમજ રાષ્ટ્રીય યુવાદીન એવાં 2 પાવન અવસર પર યુવાધનના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને કાર્ય કરતી સરદારધામ દ્વારા એક શામ યુવાશક્તિ કે નામ કાર્યક્રમનું યુ ટ્યુબ- ફેસબુક્ના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા એ કાર્યક્રમના ટાઇટલને અનુરૂપ પોતાનું વ્યકતવ્ય આપ્યું હતું.

સ્વામી વિવેકાનંદજી ખુબ નાની વયમાં મૃત્યુ પામ્યા. પોતાના ટુંકા પણ સાર્થક જીવન દરમ્યાન તેમણે યુવાનો માટે ઘણા કાર્ય કર્યા. તેમણે દેશનાં યુવાઓને ઘણા ઉપયોગી- મહત્વના જીવન જીવવાના અભિગમ શીખવાડતા વિચારો આપ્યા. તેમણે કહ્યું જીવનમાં સાહસ ખેડો. જો તમે જીતશો તો લીડર બનશો અને હારશો તો અનુભવ મળશે.

આજનાં કાર્યક્રમમાં સરદાર સાહેબ તેમજ સ્વામી વિવેકાનંદજી ને પોતાના રોલમોડેલ માનનારા અને તેમના વિચારો પર ચાલનારા ગગજીભાઈ સુતરીયાએ પોતાના વ્યકતવ્યની શરૂઆતમાં સરદારધામના મુખ્ય 5 લક્ષબિંદુઓ વિશે માહિતી આપી અને જણાવ્યું કે આ સંસ્થા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ અને સ્લોગન સાથે કાર્ય કરે છે. આજનાં યુવાનો દેશની આવતીકાલ છે. ત્યારે જ્ઞાન- વિજ્ઞાન- ટેકનોલોજીના યુગમાં દેશનું યુવાધન શિક્ષિત વિકસિત, દિક્ષિત અને રક્ષિત થઇ પોતાના આંખોના સપના સાકાર કરે તે આજના સમયની જરૂરિયાત તેમજ અમારી ટીમનું સહિયારું લક્ષ છે. આગળ તેમણે કહ્યું, આપણે માન-સન્માન-જશ- અપજશ-સુખ-દુખથી ઉપર ઉઠીને જનસેવા કરવાની છે. કેમકે જનસેવા એ જ ઇશ્વરસેવા છે, સાચી રાષ્ટ્રસેવા છે. જીવનમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સ્વામી વિવેકાનંદ આ 3 લોકોને તમારાં રોલમોડેલ બનાવો. પોતાના જીવનનું લક્ષ નક્કી કરો. હદયમાં એની આગ ભરી દો. તેમાં જ્યારે પ્રાર્થના, પરસેવા, પરિશ્રમ રૂપી 3 પી ભળશે ત્યારે દુનિયાની કોઇ તાકાત તમને સફળતા મેળવતા રોકી નહી શકે. આ કઠીન રસ્તો છે. પણ અશક્ય નથી. આપણે એમાં નાપાસ થઈશું પણ નાસીપાસ નહી થઈએ. પોતાના વક્તવ્યની આગવી છટાથી ગગજીભાઇએ યુવાનોને અનેરો ઉત્સાહ, જોમ અને બળ પુરું પાડ્યું. તેમજ શ્રી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીએ તેમના વિચારોને પણ યાદ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *