Jan Jagruti work Seva Social Work Surat news

GPBO સુરત દ્વારા યોજાયો ધમાકેદાર ત્રીજો વાર્ષિક મહોત્સવ… સ્પંદન

યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે સરદારધામ સંસ્થા દ્વારા એના લક્ષબિંદુઓ અંતર્ગત GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સંગઠનની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી નાનાથી માંડીને મોટાં બિઝનેસમેનો આ સંગઠનમાં જોડાઇ શકે છે અને પરસ્પર ઉપયોગી થઈ વ્યાપાર- ઉદ્યોગ કરી શકે છે.

આ માત્ર એક સંગઠન નથી પરંતુ એક પરિવાર છે. જી.પી.બી.ઓ.ની અલગ અલગ 4 ઝોનમાં 17 થી વધુ વીંગ છે. તેની દરેક વીંગમાં 50 થી વધુ સભ્યો જોડાયેલા છે. આજ સુધી આમાં 600 થી વધુ રેગ્યુલર દર વીક મળતા સભ્યો અને 15 હજારથી વધુ ટોટલ સભ્યો જોડાઇ ચુક્યાં છે. જેમની વચ્ચે 3 વર્ષના ગાળામાં 45 કરોડથી વધુનો બિઝનેસ થઇ શક્યો છે. જે બતાવે છે કે સંગઠનમાં કેટલી તાકાત રહેલી છે આ સંગઠનનાં આજે જ્યારે ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જે ઝોનમાં GPBO વિંગ કાર્યરત છે ત્યાં સ્પંદન નામ હેઠળ પ્રથમ ત્રિવાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ થયો હતો, જેમાં સુરતમાં પ્લેટિનમ હોલ સરસાણા ખાતે આ કાર્યક્રમ થયો હતો, જેમાં GPBO સુરતનાં વિગ સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને જાણ્યો અને માણ્યો હતો, સ્પંદન અર્થાત ધબકાર હૃદયનાં ધબકાર ચુકી જવાય એટલા ધમાકેદાર કાર્યક્રમમાં ગ્રુપ સભ્યોએ અલગ અલગ ડ્રામા, સિગિંગ અને સહુને એન્ટરટેઇનમેન્ટ કરી પરફોર્મન્સ આપ્યું હતું, ગ્રુપ સભ્યોનાં બાળકો દ્વારા પણ કૃતિઓ રજૂ કરાય હતી, પાંચ કલાક ચાલેલા આ મેરેથોન કાર્યક્રમનું સંચાલન 40 વક્તાઓ દ્વારા થયું હતું,

 

આ કાર્યક્રમમાં સવજીભાઈ ધોળકિયા (હરિકૃષ્ણ ગ્રુપ) કેશુભાઈ ગોટી (ગ્લોસ્ટાર) , દિયાળભાઈ વાઘાણી (કપુ જેમ્સ) અને મનહરભાઈ સાચપરા (યુરો ફૂડસ) ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન આપી મોટીવેટ કર્યા હતા.

વિંગમાંથી બિઝનેસમાં સારું પરફોર્મન્સ આપનાર સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, તાજેતરમાં સરદારધામ અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતનાં દરેક ઝોન માંથી અલગ અલગ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને GPBO એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં GPBO સુરતની ટીમે સમગ્ર ગુજરાત ની બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ના એવોર્ડ ઉપરાંત સૌથી વધુ 8 એવોર્ડ હાંસિલ કરી સુરત ટીમની ક્ષમતાઓનો પરિચય કરાવ્યો હતો, રોજ સવારે GPBO મિટિંગમાં જઈ એકઠા થતા આ સભ્યો જ્યારે પરિવાર સાથે મળ્યા ત્યારે પરિવારને GBPO સભ્ય દ્વારા થતી પ્રવૃત્તિઓ અને સંગઠન થી માહિતીગાર થયા હતા ત્યારે એમને પણ આનંદ અને ગૌરવ થયો હતો કાર્યક્રમ અંતે સહુ સાથે મળી ભોજન બાદ ગરબા રમી સ્પંદન દ્વારા પરિવારોત્સવનું નિર્માણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *