Social Work

55 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

*55 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી*

કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે ગયા વર્ષે લોકડાઉનમાં અને આ વર્ષે પણ સામાજીક કાર્યોમાં સક્રિય એવા પંકજ સિદ્ધપરા નામના યુવાને પોતાની 41મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપને બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, આ યુવાને લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 55 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા, આ સમગ્ર આયોજન દિલિપભાઈ બુહાનાં નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું, ધીરુભાઈ વિરાણી, વિપુલભાઈ બુહા, ધાર્મિકભાઈ માલવીયા તેમજ વિપુલ સાચપરાએ હાજરી આપી તેમજ બ્લડ બેન્ક સ્ટાફ તેમજ મુખ્ય હોદ્દેદાર વ્યક્તિઓએ પંકજ સિધ્ધપરાને શુભેચ્છાઓ પાઠવી સાથે જે રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું એમને પણ અભિનંદન પાઠવ્યા હતા સાથે આ યુવાને સેવા અંતર્ગત ચાલતા 12 આઈસોલેશન વોર્ડમાં દર્દીઓને સવારનો નાસ્તો તેમજ સેવા આપતા સ્વયંસેવકોને સાંજનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *