Social Work

શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ.

શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ

કોરોનાની મહામારીના કપરા કાળમાં રોજીંદુ રળનારા પરિવાર તેમજ શ્રમિકો અને શહેરના રસ્તા–પુલ કે ખુલ્લા મેદાનમાં વસવાટ કરતાં ગરીબ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ ,ગં.સ્વ. બહેનો તથા પરીવારોનું હાલ તેમનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ પડતું હોવાથી શ્રી રામકૃપા ચેરીટેબલે ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી સાકરબેન ભીખાભાઈ આસોદરિયા રાહતદર દવાખાનાનાં પ્રમુખશ્રી રમેશભાઈ ભીખાભાઇ આસોદરિયા તેમજ ટ્રસ્ટીશ્રી જતિન આસોદરિયા માગદર્શનથી અને સ્પોન્સર સપોર્ટ ઝૉમેટો ફિડિંગ ઈન્ડિયા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તાર વરાછા ,કતારગામ ,અમરોલી, ડિંડોલી,સરથાણા જકાતનાકા ,કોસાડ આવાસ ,તેમજ કામરેજ ની આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વ્યક્તિનું ટિમ અને સંસ્થા દ્વારા લોકડાઉનમા સેવાથેઁ બનાવવામાં આવેલ www.merabox.in વેબસાઇટમાં જરૂરી વિગત સાથે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું તે વેબસાઇટ થકી મળેલ માહિતી અનુસાર લિસ્ટ તૈયાર કરી નિખીલ ઠાકુર -કલ્યાણમ્ ચેરિટેબલ ટ્રસ્ટ,ડિંડોલી-ઉઘના સંસ્થાના સંગાથે તમામ જરૂરિયાતમંદો ને આશરે ૧૭૦૦ થી વઘુ પરિવારોને ૧૦ કિલો ઘઉં નો લોટ તથા ૨ કિલો ચણાની દાળ સહિત અનાજ ની કીટ તૈયાર કરી પહોચડવામાં આવી હતી, સરકારશ્રીના આરોગ્ય સેવા જેવી કે ઘનવન્તરી રથ ,૧૦૪ મેડીકલ સેવા લોકો લાભ મેળવે તથા સાવચેત બને તે માટે અઘીકારીઓના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મીડીયા અને વિસ્તારમા જાગૃતી અભીયાન ચલાવવામા આવી રહ્યું છે. સચોટ સેવા જરુરમંદને મળે તે માટે દલસુખભાઈ ,અશ્વીનભાઇ પોલરા ,વિપુલભાઈ બુહા ,વિપુલભાઈ સાચપરા દ્વારા સમગ્ર સંકલન કરવામાં આવી રહયુ છે

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *