*સૌરાષ્ટ્રનાં વિદ્યુત વિહોણા ગામડાઓમાં હવે પથરાશે પ્રકાશ: 100 થી વધારે જનરેટરો સાથે મહેશભાઈ સવાણી સહિત સેવા સંસ્થાની ટીમ પહોંચી સુરતથી ઉના અને ગીરગઢડા તાલુકામાં*
ગુજરાતે અનેક આપત્તિઓનાં સામના કર્યા છે ત્યારે ખરેખર બધી જ દિશાઓ માંથી કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ ઉભી થઈ રહી છે આ સમયે લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે તાઉ-તે નામનાં વાવાઝોડા એ રાજ્યનાં તમામ વિસ્તારોને અનેક પ્રકારે નુકશાન કર્યું છે, સૌરાષ્ટ્રનાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં અનેક પ્રકારનું આર્થિક નુકશાન અને માનવ જીવનને ખેદાન મેદાન કરી મકાનો, ખેતરોમાં વાવેલ પાક, પશુઓ તેમજ વિશાળકાય વૃક્ષો મોબાઈલ ટાવર વિદ્યુત માટેનાં પોલો અને પક્ષીઓ સહિતની વસ્તુઓને મોટી માત્રામાં જ્યારે નુકસાન પહોંચાડયું છે ત્યારે ખરેખર કુદરત માનવ જીવિત થી ખુબ નારાજ હોય તેવું લાગી રહ્યું છે, આ આપત્તિનાં સમયે સુરત શહેરની સેવાભાવી સંસ્થાઓ જુદા જુદા પ્રકારે સેવાનાં હેતું થી સૌરાષ્ટ્રમાં કાર્યરત છે ત્યારે થોડા સમય પહેલા જ વતન ની વ્હારે ગયેલ સેવા સંસ્થાનાં યોદ્ધાઓ ફરી 25 થી 50 Kv વોલ્ટનાં 100 થી વધારે જનરેટરો સૌરાષ્ટ્રનાં વધુ નુકસાનકારક ગામડાઓમાં યુધ્ધનાં ધોરણે પહોંચાડી ઉત્તમ પ્રકારની સેવા કરવા માટે તત્પર છે, આ સેવાથી ગામડાઓ પીવા તેમજ જરૂરિયાત માટેનું પાણી તેમજ દરણું દળાવવા માટે ઘરઘંટી, મોબાઈલ ર્ચાજિંગ અને યોગ્ય જગ્યાએ ઉપયોગ લઈ ખુબ મોટી સેવા પૂરી પડાશે, સેવા સંસ્થાનાં માધ્યમ થી અપાતી સેવા જ્યારે દેશ વિદેશમાં નોંધનીય બની છે ત્યારે સેવાનાં યોદ્ધા દ્વારા થતી તમામ પ્રકારની સેવા આ આવેલી આપત્તિ માંથી ઝડપ થી બહાર નિકળીયે તેવા પ્રયત્નો કરાશે ત્રણ ગામની વચ્ચે એક જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવી 300 થી વધારે ગામોમાં ઉત્તમ પ્રકારે મેનેજમેન્ટ કરી આ કાર્યને પૂર્ણ કરવામાં આવશે જ્યાં સુધી સરકારી તંત્ર દ્વારા વીજ પુરવઠો ગ્રામજનો સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવામાં આવશે. જેના ભાગરૂપે સુરત થી સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને ઉના, ગીર ગઢડા તાલુકા માટે રવાના કરાયેલા 100 થી વધારે જનરેટરો સાથે મહેશભાઈ સવાણી, પંકજભાઈ સિદ્ધપરા, ધાર્મિકભાઈ માલવીયા, ઘનશ્યામભાઈ ગજેરા અને સેવાની ટીમ આજે પહોંચી ગઈ છે, આજ થી આ તાલુકાનાં ગામડાંઓમાં પથરાશે અંજવાળું, અંધકારમય વિસ્તારોમાં પ્રકાશ પાથરવાનાં આ પ્રયત્ન થી માનવજીવન બનશે હવે ઉજળું અને પ્રકાશમય.